ભારતમાં કોવિશીલ્ડ અને કોવેક્સિનની રસીને મંજૂરી

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

ન્યુ દિલ્હી : કોરોના વાયરસ મહામારીની વિરૂદ્ધ ચાલી રહેલી લડાઇમાં આજે દેશને સૌથી મોટી ખુશખબરી મળી છે. ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાએ એક સાથે બે વેક્સીન કોવિશીલ્ડ અને કોવેક્સીનને ભારતમાં ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી દીધી છે. પીએમ મોદીએ આ અંગે ટ્‌વીટ કરીને દેશને અભિનંદન પાઠવ્યા છે. તેની સાથે જ ડીસીજીઆઇએ કોરોના વેક્સીન સાથે જાેડાયેલી અફવાઓ પર પણ વિરામ મૂકી દીધો છે.
ડીસીજીઆઇના નિર્દેશક વીજી સોમાનીએ કહ્યું કે જાે સુરક્ષાની થોડીક પણ આશંકા હોત તો અમે એવી કોઇપણ વસ્તુને મંજૂરી ના આપી હોત. આ વેક્સીન ૧૧૦ ટકા સુરક્ષિત છે. નજીવો તાવ, દુઃખાવો અને એલર્જી જેવા કેટલીક અસર દરેક વેક્સીન માટે સામાન્ય છે. વેક્સીનથી લોકો નપુસંક થઇ શકે છે એ દાવો સંપૂર્ણપણે બકવાસ છે.

સીરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયા, પૂણેના સીઇઓ અદાર પૂનાવાલા એ પણ આ અંગે ટ્‌વીટ કરીને માહિતી આપી. તેમણે ટિ્‌વટ કરી- બધાને નવું વર્ષ મુબારક. કોવિશીલ્ડ, ભારતની પહેલી કોવિડ-૧૯ વેક્સીનને મંજૂરી મળી ગઇ છે. સુરક્ષિત અને પ્રભાવી આ વેક્સીન આવનાર સપ્તાહમાં રોલ-આઉટ માટે તૈયાર છીએ. કોવિશીલ્ડ અને કોવેક્સીનના બે ડોઝ લેવા પડશે. જ્યારે કેડિલાની રસીના ત્રણ ડોઝ લેવા પડશે તેમ ડીસીજીઆઇએ જણાવ્યું.
સમાજવાદી પાર્ટીના એમએલસી આશુતોષ સિન્હા એ કહ્યું હતું કે તેઓ (અખિલેશ યાદવ) રસી નથી મૂકાવી રહ્યા તો અમને લાગે છે કે કયાંક ને કયાંક આ વેક્સીનમાં કંઇક એવી વસ્તુ હશે અને નુકસાન થઇ જાય. મને લાગે છે કે બાદમાં લોકો કહી દે કે વસતી ઓછી કરવા માટે, મારવા માટે લગાવી દીધી વેક્સીન. તમને નપુંસક બનાવી દે, કંઇ પણ થઇ શકે છે.

એસપી ચીફ અને યુપીના પૂર્વ સીએમ અખિલેશ યાદવે કહ્યું કે હાલ હું રસી મૂકાવી રહ્યો નથી. હું ભાજપની રસી પર કેવી રીતે વિશ્વાસ કરી શકું. જ્યારે અમારી સરકાર બનશે તો બધાને ફ્રીમાં રસી અપાશે. અમે ભાજપની રસી મૂકાવી શકીએ નહીં. જાે કે બાદમાં અખિલેશ યાદવે તેને લઇ સ્પષ્ટતા કરી દીધી.
તાવ અને ધ્રુજારી વેક્સીનની સૌથી સામાન્ય આડઅસર છે. આ સિવાય કેટલીય વેક્સીનથી લોકોને માથાનો દુઃખાવો થવાની ફરિયાદ પણ થતી હોય છે. આંકડા બતાવે છે કે વેક્સીન લેનાર અડધા લોકોને નજીવું માથું દુઃખે છે. વેક્સીનની આપણા પાચન તંત્ર પર થોડીક અસર થઇ શકે છે. ચક્કર આવવા, ઉલટી થવી, થાક લાગવા જેવી ફરિયાદ પણ રસી બાદ થાય છે. જાે કે ડીસીજીઆઇનું કહેવું છે આ પ્રકારની આડઅસર વેક્સીન લગાવવા પર સામાન્ય હોય છે. એવામાં ગભરાવાની જરૂર નથી. બંને વેક્સીન ૧૧૦ ટકા સુરક્ષિત છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.