રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
બનાસકાંઠા29 એપ્રિલ, 2025| Super Admin

પાલનપુરના એરોમા સર્કલ પર કેળા ભરેલી ટ્રક પલ્ટી જતાં ટ્રાફિક ચક્કાજામ

પાલનપુરના એરોમા સર્કલ પર કેળા ભરેલી ટ્રક પલ્ટી જતાં ટ્રાફિક ચક્કાજામ
પોલીસે જહેમત બાદ ટ્રાફિક હળવો કર્યો; પાલનપુરમાં વાહનોની તેજ રફતારને લઇ રોજ બરોજ નાના મોટા અકસ્માત સર્જાઇ રહ્યા છે.જે વચ્ચે એરોમા સર્કલ પર વધુ એક અકસ્માત સર્જાયો હતો. જેમાં એક ટ્રક પલ્ટી જતાં ટ્રાફિક જામ સર્જાયો હતો. જેને લઇ દોડી આવેલી પોલીસે મહા મહેનતે ટ્રાફિક હળવો કર્યો હતો. જિલ્લા મથક પાલનપુરમાં અકસ્માતોની વણઝાર વચ્ચે વધુ એક અકસ્માત સર્જાયો હતો જેમાં એરોમા સર્કલ પર વહેલી સવારે અમદાવાદ હાઇવે પર પસાર થઇ રહેલી એક કેળા ભરેલી ટ્રકના ચાલકે સ્ટેયરીંગ પરનો કાબૂ ગુમાવતા ટ્રક રોડ સાઈડમાં પલ્ટી ખાઇ જતાં અકસ્માત સર્જાયો હતો જેને લઇ હાઇવે બ્લોક થઇ જતા વાહનોની લાંબી કતારો લાગી હતી. જેને લઇ ટ્રાફિક પોલીસ દોડી આવી હતી અને ભારે જહેમતના અંતે ટ્રાફિક પર અંકુશ મેળવ્યો હતો. જેને લઇ કલાકો સુધી ટ્રાફિક જામમાં ફસાયેલા અનેક વાહન ચાલકોએ હાશકારો અનુભવ્યો હતો.

સંબંધિત સમાચાર