રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા18 ઑગસ્ટ, 2026| Super Admin

મધ્યપ્રદેશના વેપારી સાથે છેતરપિંડી કરનાર ભાગળ ગામના બે ભાઈ ઝડપાયા

મધ્યપ્રદેશના વેપારી સાથે છેતરપિંડી કરનાર ભાગળ ગામના બે ભાઈ ઝડપાયા

મકાઈ સહિત ધાન-અન્ય ચીજવસ્તુઓની મોટી માત્રામાં ખરીદી કરી રૂપિયા ન ચૂકવી છેતરપિંડી આચરવાનો આરોપ

મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લા ના કુરાવર (કોટરા) પોલીસ સ્ટેશનની હદમાં વેપારી પાસેથી મકાઈ સહિત ધાન અને અન્ય ચીજવસ્તુઓની ખરીદી કરી તેના નાણાં નહીં ચૂકવી છેતર પિંડી કરવાના ગુનામાં નાસતા ફરતા પાલનપુર તાલુકાના ભાગળ ગામના બે આરોપીઓને બનાસકાંઠા એલ.સી.બી. પોલીસે ઝડપી પાડ્યા છે.

બનાસકાંઠા રેન્જના પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ (IPS) તથા બનાસકાંઠા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે (IPS) દ્વારા બહારના જિલ્લા ઓમાં ગુનાઓ આચરી બનાસકાંઠા જિલ્લામાં રહેતા આરોપીઓની માહિતી એકત્ર કરી આવા આરોપીઓને ઝડપી પાડવા સૂચના આપવામાં આવી હતી.

આ સૂચના આધારે એલ.સી. બી. ની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન માહિતી મળી હતી કે, ભાગળ તથા કલેડા ગામના કેટલાક આરોપીઓ મધ્યપ્રદેશ ના કુરાવર પોલીસ સ્ટેશનની હદના વેપારીઓ પાસેથી ધાન તથા અન્ય ચીજવસ્તુઓ મંગાવી શરૂઆતમાં સમયસર નાણાં ચૂકવી વેપારીઓનો વિશ્વાસ સંપાદન કરતા હતા. ત્યારબાદ મોટી માત્રામાં માલની ખરીદી કરી તેના નાણાં ચૂકવ્યા વગર છેતરપિંડી કરતા હોવાની હકીકત સામે આવી હતી. આ માહિતીના આધારે એલ.સી.બી.ના એ.એસ.આઈ. યાજ્ઞિકકુમારની ટીમે ભાગળ ગામે વોચ ગોઠવી ફૈઝાન અબ્દુલહક અબ્દુલ્લા મુખી (મુમન) અને ફહીમ અબ્દુલહક અબ્દુલ્લા મુખી (મુમન), બંને રહે. ભાગળ (જગાણા), તા. પાલનપુર, જી. બનાસકાંઠાને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી.

પોલીસના જણાવ્યા મુજબ, બંને આરોપીઓ મધ્યપ્રદેશના અલગ-અલગ વેપારીઓ સાથે છેતરપિંડીના ગુનાઓમાં સંડોવાયેલા છે. અગાઉ પણ એલ.સી.બી.ની ટીમે તેમને ઝડપી મધ્યપ્રદેશ પોલીસને સોંપ્યા હતા. બાદમાં તેઓ જામીન પર મુક્ત થયા હતા. ત્યારબાદ તેમની સામે નોંધાયેલા અન્ય છેતરપિંડીના ગુનામાં ફરીથી ધરપકડ કરવામાં આવી છે.

ટેગ્સ:#Banaskantha

સંબંધિત સમાચાર