રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા18 ઑગસ્ટ, 2026| Super Admin

પાલનપુરમાં પડતર માંગણી ઓને લઈને ભારતીય મજદૂર સંઘના ધરણાં

પાલનપુરમાં પડતર માંગણી ઓને લઈને ભારતીય મજદૂર સંઘના ધરણાં

500થી વધુ મહિલાઓ સહિતના લોકોએ વિવિધ પડતર માંગણીઓ મુદ્દે સરકાર સામે નોંધાવ્યો વિરોધ

ભારતીય મજદૂર સંઘ (BMS) ગુજરાત પ્રદેશના નેજા હેઠળ પાલનપુર ખાતે વિવિધ પડતર માંગણીઓને લઈને ધરણાં-પ્રદર્શન યોજાયું હતું. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં આશરે 500 જેટલી મહિલાઓ સહિત મોટી સંખ્યા માં કામદારોએ ઉપસ્થિત રહી સરકાર સમક્ષ પોતાની માંગણીઓ રજૂ કરી હતી અને આવેદનપત્ર આપ્યું હતું.

36.jpg 185.97 KB
ધરણાં દરમિયાન આંગણવાડી કાર્યકરો, આશા વર્કરો, મધ્યાહન ભોજન યોજના સાથે સંકળાયેલા કર્મચારીઓ સહિતના સ્કીમ વર્કરોને લઘુતમ વેતનની શ્રેણીમાં ગણવામાં આવે અને તેમના માનદ વેતનમાં નોંધપાત્ર વધારો કરવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી હતી. સાથે જ સ્કીમ વર્કર પ્રથા નાબૂદ કરી યોગ્ય પગાર ધોરણ લાગુ કરવાની પણ માંગ કરવામાં આવી હતી. ભારતીય મજદૂર સંઘ દ્વારા લઘુતમ વેતન રૂ. 30 હજાર પ્રતિ માસ કરવાની, ESICની વેતન મર્યાદા રૂ. 21 હજારથી વધારી રૂ. 42 હજાર કરવાની તથા નિવૃત્તિ બાદ ઓછામાં ઓછું રૂ. 7,500 પેન્શન સાથે મોંઘવારી ભથ્થું અને તબીબી સુવિધા આપવાની માંગ કરવામાં આવી હતી.

આ ઉપરાંત EPFની વેતન મર્યાદા રૂ. 15 હજારથી વધારી રૂ. 30 હજાર કરવા, બોનસની ગણતરીની મર્યાદા રૂ. 7 હજાર થી વધારી રૂ. 18 હજાર કરવા, સમાન કામ માટે સમાન વેતન આપવા અને કોન્ટ્રાક્ટ તથા આઉટસોર્સિંગ પ્રથા બંધ કરી કામદારોને યોગ્ય વેતન આપવાની માંગ પણ કરવામાં આવી હતી.

ટેગ્સ:#Palanpur#Banaskantha

સંબંધિત સમાચાર