પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વારાહી પોલીસ મથકે એક કરોડ પચ્ચીસ લાખ રૂપિયાની છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાઈ છે. વારાહી એપીએમસી માર્કેટમાં જયવીર ટ્રેડર્સના માલિક પ્રવીણકુમાર જેહાભાઈ ચૌધરીએ ઊંઝા માર્કેટના એજન્ટ અમરતભાઈ જેશંગભાઈ ચૌધરી વિરુદ્ધ આ ફરિયાદ નોંધાવી છે. પોલીસે બી.એન.એસ.ની કલમ 316(5) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદની વિગતો મુજબ, પ્રવીણકુમાર છેલ્લા પાંચ વર્ષથી વારાહી ગંજબજારમાં જીરું, વરિયાળી અને ઈસબગુલનો વેપાર કરે છે. આરોપી અમરતભાઈ ચૌધરી ઊંઝા માર્કેટમાં એજન્ટ તરીકે કામ કરતા હોવાથી અને સમાન સમાજના હોવાથી બંને વચ્ચે પરિચય થયો હતો. આ વિશ્વાસના આધારે, ફરિયાદી પ્રવીણકુમારે 20 માર્ચ, 2024 થી 13 જુલાઈ, 2024 દરમિયાન અમરતભાઈને એજન્ટ તરીકે વેચાણ કરવા માટે જીરું, ઈસબગુલ અને સુવાનો માલ ગાડીઓ ભરીને મોકલ્યો હતો. આ સમયગાળામાં કુલ રૂ.10,34,34,360 નો માલ વેચવામાં આવ્યો હતો.આરોપીએ વેચાણ પેટે રૂ.9,09,34,360 ફરિયાદીને ચુકવી આપ્યા હતા, પરંતુ બાકી નીકળતી 3. 1.25.00.000 ની રકમ વારંવાર માંગવા છતાં ચૂકવી ન હતી. આરોપીએ ફરિયાદીને વિશ્વાસમાં લેવા માટે વોટ્સએપ પર પાવતીઓ મોકલી હતી અને છેતરપિંડીના ઈરાદે સહી કરેલા કોરા ચેકો પણ આપ્યા હતા.
વારાહીના વેપારી સાથે રૂ.1.25 કરોડની છેતરપિંડી થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ

સંબંધિત સમાચાર
પાટણપાટણમાં હરસિધ્ધ માતાજીનો ભક્તિમય માહોલમાં પાટોત્સવ ઉજવાયો
2 દિવસ પહેલા
પાટણપાટણ જમીન વિવાદ હત્યા કેસ: હાઈકોર્ટે 60 વર્ષીય મુખ્ય આરોપીના જામીન ફગાવ્યા
2 દિવસ પહેલા
પાટણપાટણને મહા નગરપાલિકામાં રૂપાંતરિત કરવા ડ્રોન સર્વે શરૂ કરાયો
2 દિવસ પહેલા
પાટણપાટણમાં ગટરનું ગંદુ પાણી તળાવમાં છોડાતા રોષ: પાલિકાની પોલ ખુલી
2 દિવસ પહેલા
