રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ29 જૂન, 2026| Super Admin

પાટણમાં RTOનું સરપ્રાઈઝ ડ્રાઈવ: નિયમો તોડતા સ્કૂલ વાહનો સામે લાલઆંખ

પાટણમાં RTOનું સરપ્રાઈઝ ડ્રાઈવ: નિયમો તોડતા સ્કૂલ વાહનો સામે લાલઆંખ

6 ની ક્ષમતા સામે ખીચોખીચ 10 થી 12 બાળકો ભરી દોડતી 32 સ્કૂલવાનને રૂ.1.22 લાખ દંડ ફટકાર્યો 

પાટણ જિલ્લામાં શાળાએ જતા માસૂમ વિદ્યાર્થીઓની સુરક્ષાના ભાગ રૂપે પાટણ RTO કચેરી દ્વારા શનિવારે પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાં સ્કૂલ વાન, સ્કૂલ બસ તેમજ સ્કૂલ રિક્ષાઓનું આકસ્મિક ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. આ ડ્રાઇવ દરમિયાન ટ્રાફિક અને પરિવહનના નિયમોના ભંગ બદલ કુલ 32 વાહનચાલકોને 1.22 લાખ દંડ ફટકાર્યો હતો. પાટણ RTO વિભાગ દ્વારા વિવિધ ટીમ બનાવી પાટણ શહેરની મોટી શાળાઓ નજીક અને અન્ય માર્ગો પર વહેલી સવારથી જ કડક પોઝિશન લેવામાં આવી હતી.

આ સમગ્ર કાર્યવાહી દરમિયાન અધિકારીઓ દ્વારા વાહનોના ફિટનેસ,પરમિટ અને લાયસન્સની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન પરમિટની શરતોનો સરેઆમ ભંગ કરવો, વેલિડ ડ્રાઇવિંગ લાયસન્સ વિના જ બાળકોના જીવ જોખમમાં મૂકી વાહન ચલાવવું, સરકારના નિયમ મુજબની HSRP (હાઇ સિક્યુરિટી રજિસ્ટ્રેશન પ્લેટ) ન હોવી, તેમજ રસ્તા પર ભયજનક અને અતિશય બેદરકારીપૂર્વક વાહનો હંકારવા જેવા ગંભીર મોટર વાહન અધિનિયમના ઉલ્લંઘન સામે સ્થળ પર જ મોટા પ્રમાણમાં દંડ ફટકારવાની કામગીરી કરવામાં આવી હતી.સામાન્ય રીતે સ્કૂલ વાહન ચેકીંગ ઝુંબેશ દરમિયાન શાળાના બાળકો અટવાતા હોય છે. જેથી શાળામાં વિલંબથી પહોંચતા શિક્ષણકાર્ય બગડતું હોય છે.જેથી પાટણ RTO કચેરી દ્વારા આ ચેકિંગ શાળા સ્કૂલ નજીક રાખ્યું હતું. જેના કારણે બાળકોને કોઈ તકલીફ ના પડે ચેકિંગની પ્રક્રિયા દરમિયાન વિદ્યાર્થીઓને શાળાએ પહોંચવામાં કોઈ અનાવશ્યક મુશ્કેલી, માનસિક તણાવ કે સમયનો વિલંબ થયો ન હતો.

ટેગ્સ:#patan

સંબંધિત સમાચાર