રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ29 જૂન, 2026| Super Admin

સાંતલપુર હાઈવે: ટેન્કર અને ડમ્પર વચ્ચે જોરદાર ટક્કર, એકનું મોત

સાંતલપુર હાઈવે: ટેન્કર અને ડમ્પર વચ્ચે જોરદાર ટક્કર, એકનું મોત

પાટણ જિલ્લાના સાંતલપુર નજીક નેશનલ હાઇવે પર ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. સિધાડા ગામના પાટિયા પાસે રોડ કન્સ્ટ્રક્શનના કારણે બંધ કરાયેલી વન-વે સાઇડ પર ઉભેલા ટેન્કરને પૂરઝડપે આવેલા ડમ્પરે ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ટેન્કર ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. સાંતલપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મૃતક ચાલકની ઓળખ ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લાના વિક્રમપુર તાહરપુર ગામના રહેવાસી 40 વર્ષીય અમરીશકુમાર ભગવાનદાસ યાદવ તરીકે થઈ છે. તેઓ નેશનલ હાઇવે-27 પરથી પસાર થઈ રહ્યા હતા. સિધાડા ગામ નજીક રોડનું કામ ચાલુ હોવાથી સાંતલપુર તરફનો રસ્તો બેરીકેટ મૂકીને વન-વે કરાયો હતો. અમરીશકુમારે પોતાનું ટેન્કર હાઇવેની બંધ સાઇડ પર ઉભું રાખી નીચે બેસીને જમી રહ્યા હતા.તે સમયે રાધનપુર તરફથી આવી રહેલા ડમ્પરના ચાલકે બેદરકારીપૂર્વક વાહન હંકારી રોડ પર મૂકેલા બેરીકેટ તોડી નાખ્યા હતા. ડમ્પરે ટેન્કરને ડ્રાઇવર સાઇડના ભાગે જોરદાર ટક્કર મારી હતી. 

આ અકસ્માતમાં અમરીશ યાદવને માથા અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક સાંતલપુર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા,જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. અકસ્માત સર્જનાર ડમ્પર ચાલકને પણ નાની-મોટી ઇજાઓ થઈ હતી.આ ઘટના અંગે મૃતકના પિતરાઈ ભાઈ વિકાસ રામવતાર યાદવ (ઉંમર 26), જેઓ રાજસ્થાનના ઉદયપુરમાં ગ્રેડર મશીનના ડ્રાઇવર છે, તેમને પિતા દ્વારા ફોન પર અકસ્માતની જાણ થઈ હતી. તેઓ તાત્કાલિક સાંતલપુર સરકારી દવાખાને પહોંચ્યા હતા અને ત્યાર બાદ ઘટના સ્થળે તપાસ કરીને સાંતલપુર પોલીસ સ્ટેશનમાં ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

ટેગ્સ:#patan#road accident

સંબંધિત સમાચાર