રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ27 જૂન, 2026| Super Admin

પાટણમાં હરસિધ્ધ માતાજીનો ભક્તિમય માહોલમાં પાટોત્સવ ઉજવાયો

પાટણમાં હરસિધ્ધ માતાજીનો ભક્તિમય માહોલમાં પાટોત્સવ ઉજવાયો

નવચંડી યજ્ઞ, શોભાયાત્રા સહિત વિવિધ ધાર્મિક ઉત્સવ ઉજવાયા

પાટણના સોનીવાડામાં આવેલા હરસિધ્ધ માતાની પોળ ખાતે બિરાજમાન કુળદેવી હરસિધ્ધ માતાજીનો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો. આ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આનંદના ગરબા, ધ્વજારોહણ, મહાઆરતી અને હોમાત્મક નવચંડી યજ્ઞનો સમાવેશ થાય છે.મહોત્સવની શરૂઆત શુક્રવારે રાત્રે હરસિધ્ધ માતાની પોળમાં આનંદના ગરબાના આયોજન સાથે થઈ હતી. ત્યારબાદ શનિવારે સવારે મંદિરે ધ્વજારોહણ અને માતાજીની વિશેષ આરતી કરવામાં આવી હતી.આ પ્રસંગે હોમાત્મક નવચંડી યજ્ઞનો પ્રારંભ થયો હતો. યજ્ઞના મુખ્ય યજમાન તેમજ માતાજીની સાડી અને શણગારના દાતાએ સુંદર  સેવા આપી હતી. બપોરે યજ્ઞમાં શ્રીફળ હોમવામાં આવ્યું હતું.યજ્ઞની પૂર્ણાહુતિ બાદ માતાજીની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. 

આ શોભાયાત્રા હરસિધ્ધ માતાના નિજ મંદિરેથી પ્રસ્થાન થઈને પાટણ શહેરના ત્રણ દરવાજા, કટકીયાવાડો,સાલવીવાડો, સરૈયાવાડો,ગોળશેરી,મુખ્ય બજાર અને હિંગળાચાચર થઈને સોનીવાડામાં આવેલા હરસિધ્ધ માતાના નિજ મંદિરે પરત ફરી હતી.આ પાટોત્સવના દર્શન અને ધાર્મિક પ્રસંગોનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.

સંબંધિત સમાચાર