રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ10 ઑગસ્ટ, 2026| Super Admin

ચાણસ્મા પોલીસે કેબલ વાયર ચોરીનો ભેદ ઉકેલી ત્રણ આરોપીની મુદ્દામાલ સાથે અટકાયત કરી

ચાણસ્મા પોલીસે કેબલ વાયર ચોરીનો ભેદ ઉકેલી ત્રણ આરોપીની મુદ્દામાલ સાથે અટકાયત કરી

ચાણસ્મા હાઈવે પરથી વોડાફોન કંપનીનો રૂ. 2.50 લાખની કિંમતનો 4000 મીટર નેટ કેબલ વાયરનું ડ્રમ ચોરાઈ ગયું હતું. આ ઘટના ચાણસ્મા હાઈવે રોડ પર રેલ્વે ફાટક નજીક આવેલા સાંઈબાબા મંદિર પાસેથી બની હતી. આ અંગે અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.

રાધનપુર તાલુકાના મઘાપુર ગામના વતની અને વોડાફોન કંપનીના પેટા કોન્ટ્રાક્ટર ધરમસિંહ પાંચાભાઈ ઠાકોરે આ અંગે ફરિયાદ નોંધાવી હતી. છેલ્લા 15 થી 20 દિવસથી મહેસાણા રોડ પર વડાવલી ત્રણ રસ્તા અને ચાણસ્મા હાઈવે સર્કલ ખાતે વોડાફોન કંપની દ્વારા નેટ કેબલ જમીનમાં નાખવાની કામગીરી ચાલી રહી હતી.કેબલ વાયર ચોરીની આ ઘટનામાં ચાણસ્મા પોલીસે ઝડપી કાર્યવાહી કરી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. 

પોલીસે ચોરીમાં વપરાયેલ બાઈક અને ચોરાયેલ કેબલ વાયરનો જથ્થો જપ્ત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસ દ્વારા પકડાયેલા આરોપીઓમાં ચેતનસિંહ શાંતુભા ઝાલા (રહે. સુણસર આંબલીપુરા, તા. ચાણસ્મા, જી. પાટણ), રચીન હિરૂભા અભેસંગ ઝાલા (રહે. સુણસર તળપોદ પાટી, તા. ચાણસ્મા, જી. પાટણ) અને કનકસિંહ સેંધુભા વાલસંગજી ઝાલા (રહે. સુણસર તળપોદ પાટી, તા. ચાણસ્મા,જી.પાટણ) નો સમાવેશ થાય છે. જયારે આ ગુનામાં મનુભા ભગવતસિંહ ઝાલા (રહે.સુણસર આંબલીપુરા,તા. ચાણસ્મા, જી. પાટણ) નામનો એક આરોપી હજુ ફરાર છે, જેને પકડવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

ટેગ્સ:#patan#Chanasma

સંબંધિત સમાચાર