પાલિકા ચીફ ઓફિસરે સ્થળ તપાસ કરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી
પાટણ શહેરના હાઇવે સ્થિત હાસાપુર ચોકડી અને ઊંઝા ત્રણ રસ્તાથી સિદ્ધપુર રોડ વિસ્તારમાં ગટર લાઈનમાં છાશનો નિકાલ કરવાના કારણે ફેલાતી ગંદકી અને દુર્ગંધની ફરિયાદોને ધ્યાનમાં રાખીને પાલિકા ચીફ ઓફિસરે સ્થળ તપાસ કરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. હાસાપુર ચોકડી અને ઊંઝાત્રણ રસ્તાથી સિદ્ધપુર રોડ વિસ્તારની ગટર લાઈનમાં છાશનો નિકાલ કરવાના કારણે ફેલાતી ગંદકી અને દુર્ગંધની ફરિયાદોને પગલે શુક્રવારે પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસરે સ્થળ પર જઈ રૂબરૂ તપાસ કરી છાશનો નિકાલ કરતા એકમો સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરતા સનસનાટી મચી જવા પામી હતી.
પાટણ ચીફ ઓફિસર દ્વારા વિસ્તારના લોકોની રજુઆત ના પગલે હાથ ધરવામાં આવેલ કામગીરીને વિસ્તારના લોકોએ સરાહનીય લેખાવી સમસ્યામાથી કાયમી છુટકારો મળે તેવી આશા વ્યકત કરી છે.





