રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
પાટણ22 સપ્ટેમ્બર, 2026| Super Admin

પાટણમાં કપાસનો નીચો ભાવ: રૂ. 1812 થી હરાજી શરૂ થતા ખેડૂતોમાં રોષ

પાટણમાં કપાસનો નીચો ભાવ: રૂ. 1812 થી હરાજી શરૂ થતા ખેડૂતોમાં રોષ

ખેડૂતોએ ભાવ 2000 થી પણ વધુ મળવો જોઈએ તેવી આશા વ્યકત કરી

પાટણ માર્કેટ યાર્ડમાં નવરાત્રી પહેલાં સોમવારથી કપાસની ખરીદી શરૂ થતાં જ 1025 મણ કપાસની આવક થઈ હતી. પ્રથમ વીણીનો કપાસ હોવાથી ક્વોલિટી સારી રહી હતી અને પ્રતિમણ રૂ.1675થી રૂ.2501 સુધીના ભાવ પડ્યા હતા. જોકે સરેરાશ ભાવ રૂ.1812 રહ્યો હતો.બીજી તરફ, ખેડૂતોનો હિસાબ કહે છે કે, વીઘા દીઠ રૂ.22,800ના ખર્ચ સામે કપાસનો ભાવ રૂ.2000 થી વધુ મળવો જરૂરી છે. પાછોતરા વરસાદથી એક વીઘે આશરે 5 મણ ઉત્પાદન ઘટવાની ભીતિ પણ છે.

પાટણ જિલ્લામાં આ વર્ષે દેશી અને બીટી મળી કુલ 41 હજાર હેક્ટરમાં કપાસનું વાવેતર થયું છે. તેમાં 20 હજાર હેક્ટરથી વધુ બીટી કપાસ છે.બીટી કપાસની વીણી શરૂ થતાં હવે યાર્ડમાં આવક શરૂ થઈ છે. સામાન્ય સ્થિતિમાં એક વીઘામાં આશરે 20 મણ ઉત્પાદન થતું હોવાનું ખેડૂતો જણાવે છે, પરંતુ વરસાદથી પાકને નુકસાન થતાં ઉત્પાદન ઘટી શકે છે.

ખેડૂતોના જણાવ્યા મુજબ એક વીઘા બીટી કપાસ પાછળ ખેડ, બિયારણ, ખાતર, સિંચાઈ, નિંદામણ, વીણી અને યાર્ડ સુધીના પરિવહન સહિત આશરે રૂ.22,800 ખર્ચ થાય છે. રૂ.1800નો સરેરાશ ભાવ અને 20 મણ ઉત્પાદન ગણીએ તો કુલ રૂ.36 હજારની આવક થાય છે. એટલે ખર્ચ બાદ માત્ર રૂ.14 હજાર જેટલું બચે છે. વરસાદથી ઉત્પાદન 5 મણ ઘટે તો આ આવક સીધી ઘટી શકે છે. આથી મોંઘવારીના સમયમાં ખેડૂતો રૂ.2000થી વધુ ભાવની અપેક્ષા રાખી રહ્યા છે.

ટેગ્સ:#patan

સંબંધિત સમાચાર