રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ8 ઑગસ્ટ, 2026| Super Admin

પાટણમાં ફૂડ વિભાગે ચેકિંગ દરમ્યાન 700 કિલો અખાદ્ય ખોરાકનો જથ્થો નાશ કર્યો

પાટણમાં ફૂડ વિભાગે ચેકિંગ દરમ્યાન 700 કિલો અખાદ્ય ખોરાકનો જથ્થો નાશ કર્યો

85 પેઢીઓ માંથી રૂ. 40,500નો દંડ વસૂલી અસ્વચ્છતા બદલ કાર્યવાહી હાથ ધરી

પાટણ શહેરમાં નાગરિકોને શુદ્ધ અને સ્વાસ્થ્યપ્રદ આહાર મળી રહે તે હેતુથી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (FDCA)ની ફૂડ સેફ્ટી વાહન (FSW) ટીમ અને પાટણ નગરપાલિકાની સેનિટરી ટીમે સંયુક્ત તપાસ ઝુંબેશ હાથ ધરી હતી. શહેરની વિવિધ હોટેલો,રેસ્ટોરન્ટો, ખાણી-પીણીની લારીઓ અને સ્ટોલ્સ પર આકસ્મિક દરોડા પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહીમાં 80 થી 85 વેપારી પેઢીઓની સ્થળ તપાસ કરવામાં આવી હતી.

59.jpg 199.36 KB
તપાસ દરમિયાન આશરે 700 કિલો અખાદ્ય પદાર્થો જપ્ત કરવામાં આવ્યા હતા, જે અત્યંત અસ્વચ્છ સ્થિતિમાં રાખવામાં આવ્યા હતા અને માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક હતા. આ જપ્ત કરાયેલા અખાદ્ય જથ્થાનો માખણીયા પ્રોસેસિંગ સાઇટ પર ખાડો કરીને નાશ કરવામાં આવ્યો હતો.નાશ કરાયેલા જથ્થામાં પકોડીમાં વપરાતો કૃત્રિમ કલરવાળો મસાલો અને કલરવાળું પાણી,ચાઇનીઝ સ્નેક્સ, વારંવાર ગરમ કરવાને કારણે કાળું પડી ગયેલું તેલ, એક્સપાયરી ડેટ વીતી ગયેલી પેક્ડ ખાદ્ય ચીજવસ્તુઓ અને ખાદ્ય પદાર્થોના પેકિંગ કે પીરસવા માટે ગેરકાયદેસર રીતે વપરાતા પેપરનો સમાવેશ થાય છે.
60.jpg 101.68 KB
આરોગ્યના નિયમોનું ઉલ્લંઘન કરનાર અને અસ્વચ્છતા જાળવનાર વેપારીઓ પાસેથી પાટણ નગરપાલિકાની ટીમે કુલ રૂ. 40,500નો દંડ સ્થળ પર વસૂલ કર્યો હતો. આ દંડ દંડનીય કાર્યવાહીના ભાગરૂપે લેવામાં આવ્યો હતો.કાર્યવાહી બાદ FDCA પાટણ અને નગર પાલિકા તંત્ર દ્વારા તમામ ખાણી-પીણીના વેપારીઓને સૂચના આપવામાં આવી હતી. તેમને ખાદ્ય પદાર્થોમાં હાનિકારક કલરનો ઉપયોગ ન કરવા, બળેલા તેલનો પુનઃ ઉપયોગ ટાળવા, પૂરતી સ્વચ્છતા જાળવવા માટે તાકીદ કરવામાં આવી હતી. તંત્રએ સ્પષ્ટતા કરી હતી કે આ નિયમોનું ઉલ્લંઘન કરનારા વેપારીઓ સામે આગામી સમયમાં વધુ કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

સંબંધિત સમાચાર