રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ10 ઑગસ્ટ, 2026| Super Admin

મોઢેરા રોડ પર સાપને બચાવવા જતા રિક્ષા પલટી: સદનસીબે મોટી જાનહાનિ ટળી

મોઢેરા રોડ પર સાપને બચાવવા જતા રિક્ષા પલટી: સદનસીબે મોટી જાનહાનિ ટળી

અમદાવાદથી દેલમાલ જતો પરિવાર ઇજાગ્રસ્ત બનતા સારવાર અર્થે ધારપુર હોસ્પિટલ ખસેડાયો

પાટણ જિલ્લાના મોઢેરા-મીઠી ધારીયાલ રોડ પર સાપને બચાવવા જતાં એક રિક્ષા ઝાડ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં રિક્ષામાં સવાર મુસાફરોને ઈજા પહોંચી હતી. તેમને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે ધારપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદનો એક ઠાકોર પરિવાર સવારે 9 વાગ્યાની આસપાસ દેલમાલ ગામે સામાજિક કામ અર્થે જઈ રહ્યો હતો. મોઢેરા-મીઠી ધારીયાલ રોડ પરથી પસાર થતી વખતે અચાનક એક સાપ રોડ વચ્ચે આડો ઉતર્યો હતો.સાપને બચાવવાના પ્રયાસમાં રિક્ષા ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો. રિક્ષા રોડની સાઈડમાં ઉતરી એક ઝાડ સાથે જોરદાર ટકરાઈ હતી.અકસ્માત થતાં આસપાસના ખેતરોમાં કામ કરતા ખેડૂતો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ખેડૂતોએ ઈજાગ્રસ્ત મુસાફરોને મેડિકલ વાન દ્વારા ચાણસ્મા આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રાથમિક સારવાર માટે ખસેડ્યા હતા. ત્યાંથી વધુ સારવારની જરૂર જણાતા તેમને ધારપુર હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

ટેગ્સ:#patan

સંબંધિત સમાચાર