રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ27 જૂન, 2026| Super Admin

પાટણને મહા નગરપાલિકામાં રૂપાંતરિત કરવા ડ્રોન સર્વે શરૂ કરાયો

પાટણને મહા નગરપાલિકામાં રૂપાંતરિત કરવા ડ્રોન સર્વે શરૂ કરાયો

GUDM અંતર્ગત 3 ડ્રોનથી શહેરનું ડિજિટાઈઝેશન હાથ ધરાયું

પાટણ નગરપાલિકાને ડિસેમ્બર 2027 સુધીમાં મહાનગરપાલિકામાં રૂપાંતરિત કરવાની પ્રક્રિયા તેજ બની છે.જેના ભાગરૂપે, શહેરના આધુનિક આયોજન માટે  ડ્રોન કેમેરા દ્વારા ઈમેજ કેપ્ચરિંગ (નકશા તૈયાર કરવાની) કામગીરી શરૂ કરવામાં આવી છે.  ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન (GUDM) અને ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની (GUDC) દ્વારા નિયુક્ત એજન્સી એમનેક્સ ઇન્ફો ટેકનોલોજી દ્વારા આ અર્બન એટલાસ પ્રોજેક્ટનું પ્રારંભિક ચરણ હાથ ધરાયું છે.એજન્સીના ટેકનિશિયને જણાવ્યું કે, આ અર્બન એટલાસ પ્રોજેક્ટનું પ્રારંભિક ચરણ છે.જેમાં ડ્રોન દ્વારા શહેરની હાઈ-

રિઝોલ્યુશન તસ્વીરો લેવામાં આવી રહી છે. આ ડેટાના પ્રોસેસિંગ બાદ સમગ્ર પાટણ શહેરનું ડિજિટાઈઝેશન કરાશે.આ પ્રક્રિયાથી શહેરની તમામ પબ્લિક યુટિલિટીઝ (જેમ કે રોડ, ડ્રેનેજ, પાણીની લાઈનો)ની ભૌગોલિક સ્થિતિ એક જ ડિજિટલ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ થશે. ભવિષ્યમાં મહાનગરપાલિકાના આયોજન માટે આ અત્યંત ઉપયોગી સાબિત થશે. પાટણના હાંસાપુર વિસ્તારમાં એક ખુલ્લા મેદાનને સેન્ટર પોઈન્ટ બનાવીને આ કામગીરી શરૂ કરાઈ હોવાનું અને સંસ્થાની 8 થી 10 નિષ્ણાત ટેકનિશિયનોની ટીમ આ ફિલ્ડ વર્ક સંભાળી રહી હોવાનું તેઓએ જણાવ્યું હતું. સર્વે ઝડપથી પૂર્ણ કરવા માટે 3 પાયલોટ્સ દ્વારા એક સાથે 3 અત્યાધુનિક ડ્રોન અલગ-અલગ લોકેશન પર ઉડાડવામાં આવી રહ્યા છે. સમગ્ર પાટણ શહેરમાં કુલ 48 પોઈન્ટ્સ નક્કી કરાયા છે. એક ડ્રોન ફ્લાઇટમાં અડધો ચોરસ કિલોમીટર જેટલો વિસ્તાર કવર થાય છે.પાટણમાં 18 મુખ્ય જગ્યાઓ પરથી ઓછામાં ઓછા 8 થી 10 વખત ડ્રોન ઉડાડીને સચોટ ડેટા મેળવવામાં આવી રહ્યો છે. પાટણના આ ડિજિટલ સર્વે બાદ પાટણ મહાનગરપાલિકા બનવા તરફનું આગામી વહીવટી ચરણ વધુ વેગવંતુ બનશે.

ટેગ્સ:#patan

સંબંધિત સમાચાર