રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા21 ફેબ્રુઆરી, 2026| Super Admin

દાંતીવાડાની મુખ્ય કેનાલમાં ગાબડું : ગંભીર બેદરકારી સામે અનેક સવાલો ઉભા થયા

દાંતીવાડાની મુખ્ય કેનાલમાં ગાબડું : ગંભીર બેદરકારી સામે અનેક સવાલો ઉભા થયા

બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા વિસ્તારમાં ફરી એક વખત ગંભીર બેદરકારી સામે આવી છે. દાંતીવાડા ડેમના ગેટ નજીક આવેલી મુખ્ય કેનાલમાં અંદાજિત 40 મીટરથી મોટું ગાબડું પડતાં હજારો લિટર પાણી બનાસ નદીમાં વહી ગયું છે. માહિતી મુજબ કેનાલ તૂટી જતાં આશરે 1000 ક્યુસેક પાણીનો ફ્લો બનાસ નદી તરફ વળી ગયો છે. અચાનક પાણીનો પ્રવાહ વધતા આસપાસના ગામોમાં દહેશતનો માહોલ સર્જાયો હતો. ગાબડું પડતાની સાથે જ વિસ્તારના લોકોના જીવ પડી કે બંધાયા હતા. ડેમના અધિકારીઓ અને કર્મચારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગાબડું પૂરવાની કામગીરી હાથ ધરી છે. ભારે મશીનરી અને રેતના બેગ દ્વારા તાત્કાલિક ઉપાય કરવાના પ્રયાસો ચાલુ છે. દર વર્ષે કેનાલ અને ડેમના ઇન્સ્પેક્શન પાછળ કરોડો રૂપિયાનું ખર્ચ થાય છે, છતાં આવી ગંભીર બેદરકારી સામે આવતાં અનેક સવાલો ઉભા થયા છે. જો નિયમિત જાળવણી કરવામાં આવતી હોય તો આ પ્રકારની ઘટના કેમ બની?હાલ લોકોમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે ડેમનું જોખમી રીતે વહી રહેલું પાણી ક્યારે બંધ થશે અને કેનાલમાં પડેલું ગાબડું ક્યારે પૂરાશે? સ્થાનિક લોકો તંત્ર પાસેથી તાત્કાલિક અને કાયમી ઉકેલની માંગ કરી રહ્યા છે.    

સંબંધિત સમાચાર