વર્ષોની પરંપરા મુજબ ભાદરવા સુદ અગિયારસે સંઘ નીકળ્યો, મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા
કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ગામેથી વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ આ વર્ષે પણ જય અંબે પગપાળા સંઘનું અંબાજી તરફ પ્રયાણ કરવામાં આવ્યું હતું. ભાદરવા સુદ અગિયારસના પવિત્ર દિવસે માતાજીના દર્શન માટે પગપાળા સંઘ પ્રસ્થાન કરતા સમગ્ર શિહોરી ગામમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો.
સંઘના પ્રસ્થાન પ્રસંગે મોટી સંખ્યામાં ગામજનો, માઈભક્તો અને શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. માતાજીના જયઘોષ સાથે ભક્તોએ અંબાજી તરફ પગપાળા યાત્રાનો પ્રારંભ કર્યો હતો. વર્ષોથી ચાલી આવતી આ પરંપરાને કારણે દર વર્ષે મોટી સંખ્યામાં ભક્તો સંઘમાં જોડાઈ અંબાજી પહોંચી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે. આ વર્ષે પણ શિહોરીથી નીકળેલા સંઘમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાતા સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.





