અમીરગઢમાં છેલ્લા કેટલાક સમયથી રાંધણ ગેસની ભારે અછતને લઈ લોકોમાં જુસ્સો જોવા મળી રહ્યો છે. છેલ્લાં કેટલાક સમયથી અમીરગઢ તાલુકામાં ગ્રાહકોને સમયસર ગેસના બાટલા ન મળતા લોકો કંટાળી ગયાને છેવટે આજે મામલતદારને રજૂઆત કરવામાં આવી હતી.
જેમાં મામલતદાર હાજર ન હોવાથી નાયબ મામલતદારને રજુઆત કરી જાણ કરવામાં આવી હતી કે છેલ્લા કેટલાય સમય થી ગેસ એજન્સીને કહી કહી ને થાકી ગયા પણ સમયસર બાટલા મળતા નથી ડીલરને પૂછતા કે ગાડી આવતી નથી. ડીલર અને જીલ્લા એજન્સી વચ્ચે ગ્રાહકોનો શું દોષ. છતાં પૈસા માલ સમયસર ન મળતા લોકો અકળાયા અને કેટલાય સમયથી હેરાનગતિ થતી હોવાથી છેવટે કંટાળી પ્રજાએ અમીરગઢ મામલતદારને રજૂઆત કરી અને વેહલી તકે આ સમસ્યાનું નિવારવણ લાવવા અપીલ કરી જેથી લોકોના ઘરે પડતી મુશ્કેલીઓનો અંત આવી શકે.





