રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા24 સપ્ટેમ્બર, 2026| Super Admin

"વાડ જ ચીભડાં ગળે: પાલિકાના ખર્ચે ખાનગી પ્લોટની સફાઈ ભારે પડી!"

"વાડ જ ચીભડાં ગળે: પાલિકાના ખર્ચે ખાનગી પ્લોટની સફાઈ ભારે પડી!"

પાલનપુર નગરપાલિકાની ભાજપની નગરસેવિકાને રૂ.5000 નો દંડ

ખાનગી પ્લોટની સફાઈ માટે નગરપાલિકાનું JCB-ટ્રેક્ટર વપરાયું હોવાની ફરિયાદ બાદ ચીફ ઓફિસરની લાલ આંખ, નોટિસ બાદ ₹5 હજારનો દંડ વસૂલાયો

ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકાના વહીવટને લઈને વધુ એક વિવાદ સામે આવ્યો છે. પાલનપુર નગર પાલિકાને બાપુકી પેઢી સમજી વહીવટ કરનારા નવા નિશાળીયા સમાં નગરસેવકો માટે લાલબત્તી સમાં બનાવમાં ખાનગી પ્લોટમાં પાલિકાના સાધનો થકી સફાઈ કરાવનાર ભાજપની મહિલા નગરસેવિકા પાસેથી રૂ.5000નો દંડ વસુલવામાં આવતા પાલિકા વર્તુળોમાં ચકચાર મચી જવા પામી છે.

પ્રાપ્ત વિગતો મુજબ, પાલનપુર નગરપાલિકાના વોર્ડ નં.6ના ભાજપના સભ્ય પ્રફુલ્લાબેન કમલેશકુમાર પટેલ દ્વારા અંબિકાનગર વિસ્તારમાં આવેલા ખાનગી માલિકીના પ્લોટમાં નગરપાલિકાની બાંધકામ શાખાના ટ્રેક્ટર અને JCB મશીનનો ઉપયોગ કરીને સફાઈ કામગીરી કરાવવામાં આવી હોવાની ફરિયાદ સામે આવી હતી. જે અંગે જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવેલી ફરિયાદ બાદ નગરપાલિકા તંત્ર હરકતમાં આવ્યું હતું. ખાનગી મિલકતમાં જાહેર સંસ્થાના સાધનોનો ઉપયોગ કરાયો હોવાના મુદ્દે ચીફ ઓફિસર દ્વારા સંબંધિત સભ્યને નોટિસ આપવામાં આવી હતી.

સંબંધિત સમાચાર