રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા24 સપ્ટેમ્બર, 2026| Super Admin

જલોત્રામાં વ્યસનમુક્તિ કેમ્પ : ભાદરવી પૂનમના યાત્રાળુઓને વ્યસન છોડવાનો સંકલ્પ

જલોત્રામાં વ્યસનમુક્તિ કેમ્પ : ભાદરવી પૂનમના યાત્રાળુઓને વ્યસન છોડવાનો સંકલ્પ

ગાયત્રી પરિવારના વ્યસન મુક્તિ અભિયાન હેઠળ કેમ્પનું આયોજન

અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર પ્રેરિત વ્યસનમુક્તિ અભિયાન અંતર્ગત બનાસકાંઠા જિલ્લા ગાયત્રી પરિવાર તથા જળોત્રા ગાયત્રી પરિવાર અને વડગામ ગાયત્રી પરિવાર મહિલા શાખા ના સંયુક્ત ઉપક્રમે જલોત્રા મુકામે તા. ૨૧થી ૨૪ સપ્ટેમ્બર દરમિયાન વ્યસનમુક્તિ કેમ્પ યોજાયો હતો.ભાદરવી પૂનમના મેળામાં પગપાળા અંબાજી તરફ જતા યાત્રાળુઓને વ્યસનના ગંભીર દુષ્પરિણામો અંગે સમજ આપવામાં આવી હતી. યાત્રાળુ ઓને તમાકુ, ગુટખા, માવા- મસાલા, બીડી સહિતના જીવલેણ વ્યસનો છોડવા માટે માતા ગાયત્રી અને પૂજ્ય ગુરુદેવની સાક્ષીએ સંકલ્પપત્ર ભરાવી વ્યસનમુક્તિનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો.

વડગામ શાખા સંચાલક કરસનજી સોલંકી, ધનજીભાઈ તથા હર્ષદભાઈના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલા આ કેમ્પમાં ગાયત્રી પરિવારના ભાઈ- બહેનો દ્વારા યાત્રાળુઓ સુધી વ્યસનમુક્તિનો સંદેશ પહોંચાડવામાં આવ્યો હતો. વ્યસનમુક્તિ અંગેની પુસ્તિકા ઓનું પણ વિતરણ કરવામાં આવ્યુ હતું.આ સેવાકાર્યમાં જલોત્રા ગામના પરિવારોનો પણ ઉત્સાહપૂર્વક સહયોગ મળ્યો હતો. પન્નાબેન, સુશીલાબેન, રૂખીબેન, ચંદ્રિકાબેન, મધુબેન, સવિતાબેન, હેમાબેન, પુષ્પા બેન, વિમુબેન, શારદાબેન, ઇન્દુબેન, આશાબેન સહિતની બહેનો યાત્રાળુઓને વ્યસન છોડાવવા માટેની કામગીરી ઉપરાંત કાર્યકર્તાઓ માટે ચા, પાણી, નાસ્તો, નિવાસ અને ભોજનની વ્યવસ્થા સંભાળી હતી. જ્યારે ધાનેરાથી મણિલાલભાઈ, લીલાબેન, સૂરજબેન, માલગઢથી સંગ્રામસિંહ, રહુસિંહ બાબુસિંહ તથા મોહનલાલ, પાલનપુરથી તારાબેન જોશી, ચેલારામભાઈ જોશી, હર્ષાબેન રાવલ તેમજ ડીસાથી નવીનભાઈ ઠક્કર સહિતના સેવાભાવી કાર્યકર્તાઓ પણ કેમ્પમાં સેવા આપી હતી.

કેમ્પના મંડપ તથા રસોડા માટેની જગ્યા ચંદ્રકાંતભાઈ અને હસમુખભાઈ મિસ્ત્રી તરફથી નિઃશુલ્ક આપવામાં આવી હતી. વ્યસનમુક્તિના સંદેશને અસરકારક રીતે લોકો સુધી પહોંચાડવા માટે ધનજીભાઈ પરમારે વ્યસનના ભયાનક પરિણામો દર્શાવતા બેનરો તૈયાર કરાવ્યા હતા.જે માટેની ધનરાશિ મનોજભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.બનાસકાંઠા જિલ્લામાં ગાયત્રી પરિવાર દ્વારા ચાલી રહેલું આ વ્યસનમુક્તિ અભિયાન ભાદરવી પૂનમના પગપાળા યાત્રાળુઓમાં વ્યસન છોડવા અંગે જાગૃતિ ફેલાવવાનું મહત્વપૂર્ણ સેવાકાર્ય બની રહ્યું હતું.

ટેગ્સ:#Ambaji

સંબંધિત સમાચાર