રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
પાટણ16 ફેબ્રુઆરી, 2026| Super Admin

સિદ્ધપુરના મંડી બજારમાં બંધ મકાનમાં અગમ્ય કારણોસર આગ લાગી

સિદ્ધપુરના મંડી બજારમાં બંધ મકાનમાં અગમ્ય કારણોસર આગ લાગી
બનાવ પગલે વિસ્તારમાં અફડાતફડી મચી : ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવતા લોકોએ હાશકારો અનુભવ્યો સિદ્ધપુરના મંડી બજારમાં ગત મોડી રાત્રે એક બંધ મકાનમાં અગમ્ય કારણોસર આગ ફાટી નીકળતાં અફડાતફડી મચી જવા પામી હતી. જોકે આ ઘટનાની જાણ તાત્કાલિક ફાયર બ્રિગેડને કરાતા તેઓએ તાત્કાલિક ધટના સ્થળે દોડી આવી આગ પર કાબૂ મેળવતા લોકો એ હાશકારો અનુભવ્યો હતો. બનાવની મળતી માહિતી મુજબ સિધ્ધપુર ના મંડી બજારમાં આવેલ જયદેવભાઈ પાધ્યાની માલિકીનું મકાન છેલ્લા કેટલાક સમય થી બંધ હતું. મકાનના ઉપરના ભાગે રાખેલા કાટમાળમાં ગતરાત્રે આશરે 11:15 વાગ્યાના સમયે આગ ભભૂકી ઉઠતા વિસ્તારમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. અચાનક કોઈ અગમ્ય કારણોસર આગ લાગતા જ ધુમાડાના ગોટેગોટા અને જ્વાળાઓ દેખાવા લાગી હતી.આગ જોઈને આજુબાજુના રહીશોએ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી આગ ઓલવવાનો પ્રયાસ શરૂ કરી સિદ્ધપુર નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવતા સિદ્ધપુર નગરપાલિકાની ફાયર ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી..અને પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબુ મેળવતા મોટી હોનારત ટળી હતી. આગને કારણે મકાનના ઉપરના ભાગે પડેલો કાટમાળ સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગયો હતો.મકાન બંધ હોવાથી અને સમયસર આગ બુઝાઈ જવાથી કોઈ જાનહાનિ થઈ ન હતી.તો આગ પર કાબુ મેળવી લેવાતા સ્થાનિક રહીશોએ રાહતનો શ્વાસ લીધો હતો.  

સંબંધિત સમાચાર