રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
પાટણ15 મે, 2026| Super Admin

આકસ્મિક આગની ઘટના : સમીમાં ઘાસચારો બળી જતાં પશુપાલકની હાલત કફોડી

આકસ્મિક આગની ઘટના : સમીમાં ઘાસચારો બળી જતાં પશુપાલકની હાલત કફોડી

સમી પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી આગ લાગવાની ઉપરા છાપરી ઘટનાઓ બની રહી છે, જેના કારણે પંથકમાં ચિંતાનો માહોલ છે. અગાઉ પણ આવી ઘટનાઓ બન્યા બાદ વધુ એક આગનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. તાજેતરમાં સમી-મુજપુર રોડ પર એક પશુપાલકના વાડામાં અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. આ આગ મુજપુર રોડ પર આવેલા ભેમનાથ મંદિર નજીક પશુઓ માટે સંગ્રહ કરાયેલા ઘાસચારાના પૂળામાં લાગી હતી. 

આ ઘટનામાં મોટા પ્રમાણમાં ઘાસચારો બળીને ખાખ થઈ ગયો હતો.આગ લાગતાની સાથે જ આસપાસના લોકો અને તલાટી ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેમણે તાત્કાલિક ૧૧૨ વાન અને યુજીવીસીએલ (UGVCL) ને જાણ કરી હતી, જેના પગલે સંબંધિત ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી હતી. આ આગની ઘટનામાં ઘાસચારો બળીને ખાખ થતાં પશુપાલકને મોટું નુકશાન થયું હોવાનું જાણવા મળ્યું છે.

સંબંધિત સમાચાર