રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ18 ઑગસ્ટ, 2026| Super Admin

સિદ્ધપુર હાઈવે પર મગફળીના ભૂંસાની આડમાં લઈ જવાતો વિદેશી દારૂ ઝડપાયો

સિદ્ધપુર હાઈવે પર મગફળીના ભૂંસાની આડમાં લઈ જવાતો વિદેશી દારૂ ઝડપાયો

19,560 બોટલ દારૂ સાથે રૂ.44.94 લાખના મુદ્દામાલ સાથે ચાલકની અટકાયત કરાઈ

સિદ્ધપુર પોલીસે સરસ્વતી નદીના પુલ નજીકથી મગફળીના ભૂંસાની આડમાં છુપાવેલો વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે ટ્રક અને મોબાઈલ સહિત કુલ રૂ. 44.94 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને ચાલકની ધરપકડ કરી છે.

પોલીસ ઇન્સ્પેક્ટર એમ. કે.ઝાલાના માર્ગદર્શન હેઠળ ટીમે ગુપ્ત બાતમીનાઆધારે હાઈવે પર નાકાબંધી ગોઠવી હતી. બાતમી મુજબની ટાટા ટ્રક (નંબર GJ-08-AW-0809) ને રોકવામાં આવી હતી. ટ્રકમાં ઉપરના ભાગે મગફળીના ભૂંસાની બોરીઓ ગોઠવેલી હતી.જે બોરીઓ હટાવીને ઊંડાણપૂર્વક તપાસ કરતાં પાછળ છુપાવેલી 520 પેટીઓમાંથી કુલ 19,560 નંગ વિદેશી દારૂ અને બિયરની બોટલો તથા ટીન મળી આવ્યા હતા. 

આ દારૂના જથ્થાની રકમરૂ. 29,79,360આંકવામાં આવી છે. પોલીસે રૂ. 15 લાખની ટ્રક અને 15,000 નો મોબાઈલ ફોન પણ જપ્ત કર્યો છે.ઝડપાયેલા ટ્રક ચાલક કેવળભાઈ મહાદેવભાઈ રબારી (રહે.જડિયા, તા.ધાનેરા, જિ.બનાસકાંઠા) ની પૂછપરછમાં સામે આવ્યું છે કે, આ જથ્થો રાજસ્થાનના રાણીવાડા ખાતેથી એક અજાણ્યા શખ્સ પાસેથી ભરીને લાવવામાં આવ્યો હતો.ચાલકને આ જથ્થો ઊંઝા પહોંચાડીને ત્યાં કોઈ અજાણ્યા વ્યક્તિને ફોન કરીને ડિલિવરી આપવાની હતી.સિદ્ધપુર પોલીસે આ મામલે ગુનો નોંધીને રાણીવાડાથી દારૂ મોકલનાર મુખ્ય સૂત્રધાર અને ઊંઝામાં ડિલિવરી લેનારા શખ્સો સુધી પહોંચવા માટે વધુ તપાસ હાથ ધરી છે.

ટેગ્સ:#patan

સંબંધિત સમાચાર