રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
પાટણ19 મે, 2025| Super Admin

ખળી ચાર રસ્તા નજીક મોડી રાત્રે ખાનગી બસ પલ્ટી ખાઈ જતાં ૧૪ મુસાફરો ઘવાયા

ખળી ચાર રસ્તા નજીક મોડી રાત્રે ખાનગી બસ પલ્ટી ખાઈ જતાં ૧૪ મુસાફરો ઘવાયા
બસ ચાલકે ગફલતભરી રીતે બસ હંકારતા બસ પલટી મારી ગઈ હોવાનું મુસાફરો એ જણાવ્યું; પાટણ નાં સિદ્ધપુરમાં ખળી ચાર રસ્તા નજીક થી પૂર ઝડપે આવતી ખાનગી બસે રવિવાર ની રાત્રે અગમ્ય કારણોસર અચાનક પલટી મારતા બસમાં બેઠેલા મુસાફરો ની ચિચિયારીઓ ગુંજી ઉઠતા લોકો ધટના સ્થળે દોડી આવ્યાં હતાં અને બસમાં સવાર 14 મુસાફરોને નાની મોટી ઈજા થઈ હોય તમામ ને તાત્કાલિક સારવાર અર્થે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. રવિવારની મોડી રાત્રે 3 વાગ્યાની આસપાસ આ ઘટના બનતા ચકચાર મચી ગઈ હતી તો બનાવની જાણ પોલીસને થતા તેઓએ ઘટના સ્થળે પહોંચી કાયૅવાહી હાથ ધરી હતી. બનાવની મળતી વિગતો અનુસાર પાટણ જીલ્લાના સિદ્ધપુરમાં ખળી ચાર રસ્તા પરથી રવિવારે મોડી રાત્રે પસાર થઈ રહેલ જોધપુરથી સુરત જતી ખાનગી બસ ચાલકે બેદરકારી ભર્યું ડ્રાઈવિંગ કરતા બસ ડિવાઈડર પર ચડી પલટી મારી ગઈ હોવાનું મુસાફરો એ જણાવ્યું હતું . અકસ્માત થતાં બસમાં બેઠેલા મુસાફરો ની ચિચિયારીઓ થી હાઈવે ગુંજી ઉઠતાં આજુબાજુના લોકો ઘટના સ્થળે દોડી આવ્યાં હતા અને ઈજાગ્રસ્તોને બસની બહાર કાઢી તમામને ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. અકસ્માત ની જાણ થતાં પોલીસે પણ ઘટના સ્થળે પહોંચી ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ અકસ્માતમાં કુલ ૧૪ લોકો ઇજાગ્રસ્ત થયા છે. જેમાં ૪ મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યારે બાકીના મુસાફરો ને પ્રાથમિક સારવાર આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

સંબંધિત સમાચાર