પાટણ યુનિવર્સિટી સંલગ્ન બીએડ, એમએસસીની 7 કોલેજોમાં નિયમભંગની તપાસ કરાશે

યુનિવર્સિટી દ્વારા 4 સભ્યોની કમિટી રચી તપાસ સોપી
પાટણની હેમચંદ્રાચાર્ય ઉ.ગુ.યુનિવર્સિટીની સંલગ્ન બીએડ એમએસસી સહિતની 7 કોલેજોમાં નિયમભંગના આક્ષેપોને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટી સતાધીશો દ્વારા 4 સભ્યોની કમિટી બનાવી. આ 7 કોલેજમાં સ્થળ તપાસ કરવામાં આવનાર હોવાનું યુનિવર્સિટીના સુત્રો તરફથી જાણવા મળ્યું છે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન સાત કોલેજોમાં નિયમભંગ અને ગેરરીતિના આક્ષેપો અંગે તપાસ શરૂ થઈ છે. કુલપતિએ આ મામલે ચાર સભ્યોની તપાસ કમિટીની રચના કરી છે.
કમિટીની પ્રથમ બેઠક મંગળવારે યુનિવર્સિટીમાં યોજાઈ હતી.કમિટીમાં એક એક્સપર્ટ,એક વકીલ અને એક બોર્ડના સભ્યનો સમાવેશ કરવામાં આવ્યો છે. બેઠકમાં મળેલી અરજીઓ પર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.યુનિવર્સિટીના કુલપતિ કે.સી. પોરિયાના જણાવ્યા અનુસાર, કમિટી પ્રથમ તબક્કામાં કોલેજોના દસ્તાવેજોની ચકાસણી કરશે. ત્યારબાદ સ્થળ તપાસ હાથ ધરવામાં આવશે ત્યારબાદ તપાસ રિપોર્ટ તૈયાર થયા બાદ યુનિવર્સિટી આગળની કાર્યવાહી અંગે નિર્ણય લેશે.આ તપાસ બીએડ અને એમએસસી સહિતના અભ્યાસક્રમો ચલાવતી કોલેજોમાં મંજૂરીના નિયમોના ભંગ અને અન્ય ગેરરીતિઓના આક્ષેપો અંગેની અરજીઓના આધારે શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
ટેગ્સ:#Patan University#Investigation Committee#Document Verification#Hemchandracharya U.G. University#B.Ed Colleges#M.Sc Colleges#Rule Violations#Academic Irregularities#ice Chancellor K.C. Poriya#Higher Education Governance#Committee Formation
સંબંધિત સમાચાર
પાટણપાટણ હાઉસિંગ બોર્ડ સોસાયટીમાં 6 ફૂટ લાંબો ઝેરી કોબ્રા દેખાતા ફફડાટ : સુરક્ષિત રેસ્ક્યુ કરાયું
3 દિવસ પહેલા
પાટણપાટણ પાલિકાની જાહેર કરાયેલી પ્રાથમિક મતદાર યાદીમાં કુલ 1,08,999 મતદારો નોંધાયા
5 દિવસ પહેલા
પાટણચાણસ્માના ઝિલીયા ફાર્મ હાઉસ હુમલા કેસમાં 18 આરોપીઓના જામીન મંજૂર
6 દિવસ પહેલા
પાટણપાટણમાં યુથ કોંગ્રેસ દ્વારા રાંધણ ગેસના ભાવ વધારાની સાથે અછત મામલે વિરોધ પ્રદર્શન કરાયુ
6 દિવસ પહેલા
