ગુજરાતમાં બટાકાના ભાવ સતત ગગડતાં ખેડૂતોને ભારે આર્થિક નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. ચાલુ વર્ષે રાજ્યમાં મોટા પ્રમાણમાં બટાકાનું ઉત્પાદન થયું છે, પરંતુ બજારમાં પૂરતા ભાવ ન મળતાં ખેડૂતોને અંદાજિત 700થી 800 કરોડ રૂપિયાનું નુકસાન થવાની સ્થિતિ સર્જાઈ છે. ખેડૂતો દ્વારા સરકાર પાસે સહાય માટે બે વખત આવેદનપત્ર આપવામાં આવ્યા હોવા છતાં હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. ચાલુ વર્ષે રાજ્યમાં અંદાજે સાતથી આઠ કરોડ કટ્ટા બટાકાનું ઉત્પાદન થયું હોવાનું જણાવાય છે. જેમાં આશરે 50 ટકા બટાકા પ્રોસેસિંગ માટે અને 50 ટકા રાશન એટલે કે ખાવાના ઉપયોગ માટે ઉત્પાદિત થયા છે. રાશન માટેના અંદાજે ચાર કરોડ કટ્ટા બટાકામાં હાલમાં ખેડૂતોને પ્રતિ કટ્ટા આશરે રૂ. 200નું નુકસાન થઈ રહ્યું છે.
હાલ બટાકા બજારમાં પ્રતિ કિલો રૂ. 5થી 7ના ભાવે વેચાઈ રહ્યા છે. ખેડૂતોના જણાવ્યા મુજબ આ આવકમાંથી મુખ્યત્વે કોલ્ડ સ્ટોરેજનું ભાડું, બારદાન અને મજૂરી જેવા ખર્ચ જ નીકળે છે. જ્યારે બિયારણ અને અન્ય ખેતી ખર્ચની ભરપાઈ થતી નથી.ડીસાના વેપારી ફૂલચંદભાઈ કચ્છવાએ જણાવ્યું કે ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં ઓવર પ્રોડક્શન થતાં બટાકાની માંગમાં ઘટાડો થયો છે, જેના કારણે ભાવ સતત ઘટી રહ્યા છે. તેમણે જણાવ્યું કે ખેડૂતોને રાહત આપવા સરકાર કોલ્ડ સ્ટોરેજ ભાડામાં સહાય, ટ્રાન્સપોર્ટ ખર્ચમાં રાહત અથવા બટાકાના વાવેતર માટે પ્રતિ એકર સહાય આપી શકે છે. ખેડૂતો છેલ્લા ત્રણથી ચાર વર્ષથી ચાર ટકા વ્યાજની લોન સમયસર મળતી નથી તેવી પણ રજૂઆત કરી રહ્યા છે. સરકાર તાત્કાલિક ખેડૂતોના હિતમાં નિર્ણય નહીં લે તો અનેક ખેડૂતો દેવાના બોજા હેઠળ દબાઈ જશે તેવી ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
બટાકા ખેડૂતો પર આર્થિક સંકટ: પ્રતિ કટ્ટે રૂ. 200નું નુકસાન, સહાય માટે સરકાર સમક્ષ માંગ

સંબંધિત સમાચાર
બનાસકાંઠાજુનાડીસામાં કેબલ ચોરીનો ભેદ ઉકેલાયો
3 મિનિટ પહેલા
બનાસકાંઠાજેસોર ખાતે કૃષિ પોલિટેકનિક ડીસાના વિદ્યાર્થીઓ દ્વારા ટ્રેકિંગ અને પ્લાસ્ટિક મુક્ત અભિયાન
42 મિનિટ પહેલા
બનાસકાંઠાભીલડી પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મિટિંગ યોજાઈ
45 મિનિટ પહેલા
બનાસકાંઠાડીસામાં શંકાસ્પદ ઘીના ઉત્પાદન પર દરોડો: રૂ. ૨.૪૯ લાખનો ૪૩૪ કિલો જથ્થો સીઝ
1 કલાક પહેલા
