બનાસકાંઠા SOG અને સ્થાનિક પોલીસની સંયુક્ત મેગા ડ્રાઇવ: MD ડ્રગ્સ, ચરસ, અફીણ સહિત ₹૨ કરોડનો મુદ્દામાલ ઝડપાયો
નશીલા પદાર્થોના ગેરકાયદે વેપાર સામે ઝુંબેશ: NDPS એક્ટ હેઠળ ૩૦ ગુના નોંધી ૫૧ આરોપીઓ સામે કડક કાર્યવાહી
બનાસકાંઠા જિલ્લામાં નશીલા પદાર્થોના ગેરકાયદેસર વેપાર, હેરાફેરી અને સેવન સામે જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રશાંત સુંબેના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા પોલીસ દ્વારા સતત સઘન અને અસરકારક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જિલ્લામાં એસ.ઓ.જી. તથા વિવિધ સ્થાનિક પોલીસ સ્ટેશનો દ્વારા તા. ૦૧/૦૧/૨૦૨૬થી આજદિન સુધીમાં નશીલા પદાર્થો અંગે મળેલી બાતમીઓના આધારે સતર્કતા દાખવી વિવિધ સ્થળોએ તપાસ અને કાર્યવાહી કરવામાં આવી છે. આ સઘન કામગીરી દરમિયાન પોલીસે અલગ-અલગ પ્રકારના કુલ ૫૨૪ કિલો ૧૫૨ ગ્રામ ૭૧૩ મિલીગ્રામ જેટલા માદક પદાર્થો જપ્ત કર્યા છે, જેની કુલ અંદાજિત કિંમત રૂ. ૧,૯૯,૨૭,૬૭૮.૩૭ થાય છે.62.jpg217.08 KBપોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન મેથાએમ્ફેટામાઇન ૩૪ ગ્રામ, કિંમત રૂ. ૩,૪૦,૦૦૦; સુકો ગાંજો ૬૬.૧૦ કિલોગ્રામ, કિંમત રૂ. ૩૨,૮૬,૭૨૨.૫૦; ગાંજાના છોડ ૪૨.૮૯૪ કિલોગ્રામ, કિંમત રૂ. ૨૧,૪૪,૭૦૦; મોર્ફીન તથા હેરોઇન ૨૧૬.૧૨૫ ગ્રામ, કિંમત રૂ. ૨૩,૪૭,૦૦૦; ચરસ ૧૩.૮૭૯ કિલોગ્રામ, કિંમત રૂ. ૩૬,૪૭,૨૫૦; એમ.ડી. (મેફેડ્રોન) ૩૭૩.૬૭૯ ગ્રામ, કિંમત રૂ. ૧૧,૫૪,૦૮૦; અફીણ ૨.૦૪૬ કિલોગ્રામ, કિંમત રૂ. ૧૦,૨૩,૦૫૦; પોષડોડા ૩૯૮.૭૦૦ કિલોગ્રામ, કિંમત રૂ. ૫૯,૮૦,૫૦૦ તેમજ ૬૫૫ ટેબ્લેટ્સ જપ્ત કરવામાં આવી છે. આ સમગ્ર કામગીરી દરમિયાન બનાસકાંઠા જિલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશનો ખાતે કુલ ૩૦ ગુનાઓ નોંધવામાં આવ્યા છે અને કુલ ૫૧ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. ઝડપાયેલા આરોપીઓ વિરુદ્ધ નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સિસ (NDPS) એક્ટની જોગવાઈઓ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.63.jpg295.21 KBબનાસકાંઠા પોલીસ દ્વારા નશીલા પદાર્થોની હેરાફેરી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અટકાવવા માટે બાતમીદારોનું નેટવર્ક સક્રિય કરી, શંકાસ્પદ હિલચાલ પર સતત નજર રાખવામાં આવી રહી છે. એસ.ઓ.જી. તથા સ્થાનિક પોલીસની સંકલિત કામગીરીના પરિણામે મોટી માત્રામાં નશીલા પદાર્થો જપ્ત કરી તેના ગેરકાયદેસર નેટવર્ક સામે અસરકારક કાર્યવાહી કરવામાં આવી છે.બનાસકાંઠા જિલ્લામાં એન.ડી.પી.એસ.ની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઇશ્વરભાઇ ઉર્ફે હેન્ડલ કેશાભાઇ સલાટ તથા સંજયભાઇ ભેમાજી ઠાકોર જામીન મુક્ત થયા બાદ પણ નશીલા પદાર્થોની પ્રવૃત્તિમાં સંડોવાયેલા હોવાની શંકાસ્પદ હિલચાલ જણાતા તેમની સામે જરૂરી વિગતો મેળવી The Prevention of Illicit Traffic in Narcotic Drugs and Psychotropic Substances Act, 1988ની કલમ-૩(૧) હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. બંને આરોપીઓને અટકાયત બાદ મધ્યસ્થ જેલ, વડોદરા તથા સુરત ખાતે સોંપવામાં આવ્યા છે.
યુવાનો અને સમાજને નશામુક્ત રાખવા માટે બનાસકાંઠા પોલીસ દ્વારા નશીલા પદાર્થો સામેની કાર્યવાહી આગામી દિવસોમાં પણ વધુ કડક અને સતત ચાલુ રાખવામાં આવશે. નશીલા પદાર્થોની ગેરકાયદેસર હેરાફેરી, વેચાણ કે સંગ્રહ અંગેની કોઈપણ માહિતી પોલીસ સુધી પહોંચાડવા માટે પણ નાગરિકોને અપીલ કરવામાં આવે છે.