રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા25 ઑગસ્ટ, 2026| Super Admin

ડીસામાં શંકાસ્પદ ઘીના ઉત્પાદન પર દરોડો: રૂ. ૨.૪૯ લાખનો ૪૩૪ કિલો જથ્થો સીઝ

ડીસામાં શંકાસ્પદ ઘીના ઉત્પાદન પર દરોડો: રૂ. ૨.૪૯ લાખનો ૪૩૪ કિલો જથ્થો સીઝ

ડીસા ખાતે ખાદ્યપદાર્થોની ગુણવત્તા જળવાઈ રહે અને નાગરિકોને સલામત તથા ગુણવત્તાયુક્ત ખોરાક મળી રહે તે હેતુસર ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, પાલનપુર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. તંત્રએ શંકાસ્પદ લુઝ ઘીના ઉત્પાદન અને વેચાણની માહિતીના આધારે તપાસ હાથ ધરી ૪૩૪ કિલો ઘીનો જથ્થો જપ્ત કરી સીઝ કર્યો છે. સિનિયર ફૂડ સેફટી ઓફિસર એચ.વી. ગુર્જર તેમજ ફૂડ સેફટી ઓફિસર એમ.એલ. ગુર્જર અને કે.કે. ચૌધરીની ટીમે ડીસાના દેવીપૂજક વાસ વિસ્તારમાં આવેલ મે. માવજત ફુડ પ્રોડક્ટસ ખાતે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પેઢી ખાતે શંકાસ્પદ ઘીનું ઉત્પાદન અને વેચાણ થતું હોવાનું જણાઈ આવ્યું હતું. ફૂડ સેફટી ટીમ દ્વારા લુઝ ઘીના નમૂનાઓ લઈ ગુણવત્તા ચકાસણી માટે સરકારી ફૂડ લેબોરેટરી ખાતે ફૂડ એનાલિસ્ટને મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નમૂના લીધા બાદ પેઢીમાં રહેલો ૪૩૪ કિલોગ્રામ લુઝ ઘીનો જથ્થો જપ્ત કરી સીઝ કરવામાં આવ્યો હતો. આ જથ્થાની અંદાજિત કિંમત રૂ. ૨,૪૯,૫૫૦ હોવાનું જણાવાયું છે.

તપાસ દરમિયાન પેઢીના માલિક પ્રકાશકુમાર વ્રજલાલ મોદી દ્વારા શંકાસ્પદ ઘીનું ઉત્પાદન અને વેચાણ કરવામાં આવતું હોવાનું સામે આવતા તેમની સામે ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ, ૨૦૦૬ હેઠળ નિયમોનુસાર કાયદેસરની કાર્યવાહી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. હવે સરકારી ફૂડ લેબોરેટરીમાંથી ઘીના નમૂનાનો પરીક્ષણ અહેવાલ મળ્યા બાદ તેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. ખાદ્ય ચીજવસ્તુઓની ગુણવત્તા જાળવવા માટે તંત્ર દ્વારા આવી તપાસ અને કાર્યવાહી સતત ચાલુ રાખવામાં આવશે.

સંબંધિત સમાચાર