બનાવની સિધ્ધપુર પોલીસ મથકે 3 સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી
સિદ્ધપુરમાં સામાન્ય બાબતે થયેલી તકરારમાં એક યુવતીની છેડતી કરવામાં આવી હતી. આ દરમિયાન યુવતીના પરિવાર પર પણ હુમલો થયો હતો. આ બનાવ અંગે સિદ્ધપુર પોલીસે ત્રણ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.સિદ્ધપુરના 50 વર્ષીય આધેડ 24 ઓગસ્ટ, 2026ના રોજ સાંજે સિદ્ધપુર SBI રેલવે ફાટક પાસે હાજર હતા. તે સમયે જે.પી. મીલ વિસ્તારમાં રહેતો રેહાન સૈયદ અચાનક આવીને ફરિયાદી સાથે બોલાચાલી કરી ગાળો બોલી માર મારવા ધસી આવ્યો હતો.
આ બનાવને પગલે ફરિયાદીના પત્ની અને તેમની દીકરી સ્થિતિ થાળે પાડવા તેમજ સમજાવવા માટે વચ્ચે પડ્યા હતા. તે વખતે ત્યાં હાજર અયાન જાવેદભાઈ સૈયદ નામના શખ્સે ફરિયાદીની દીકરીને ગાળો આપી તેની છેડતી કરી હતી. તેણે યુવતીને ગડદાપાટુનો માર મારી ઈજાઓ પણ પહોંચાડી હતી.આ સાથે જ ઘટનાસ્થળે હાજર જાવેદભાઈ સૈયદે ફરિયાદી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ખુલ્લી ધમકી આપી હતી. આ ત્રણેય આરોપીઓએ એકબીજાની મદદગારી કરીને ગુનાહિત કૃત્ય આચર્યું હતું. આ સમગ્ર ઘટના અંગે ફરિયાદીએ સિદ્ધપુર પોલીસ મથકે 24 ઓગસ્ટ,2026ના રોજ રાત્રે 8:30 વાગ્યે પહોંચીને વિધિવત ફરિયાદ નોંધાવી હતી. સિદ્ધપુર પોલીસે રેહાન જાવેદભાઈ સૈયદ, અયાન જાવેદભાઈ સૈયદ અને જાવેદભાઈ સૈયદ વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.





