રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
પાટણ24 ઑગસ્ટ, 2026| Super Admin

પાટણમાં HTAT સંઘની રેલી બાદ કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું

પાટણમાં HTAT સંઘની રેલી બાદ કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું

શિક્ષણ વિભાગ સામે પડતર માંગણીઓ અને વહીવટી પ્રશ્નોની રજૂઆત

પાટણ જિલ્લા મુખ્ય શિક્ષક (HTAT) સંઘ દ્વારા વહીવટી પ્રશ્નો અને પડતર માંગણીઓના ઉકેલ માટે સોમવારે રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું છે. સંઘે આક્ષેપ કર્યો છે કે વર્ષ 2012થી મુખ્ય શિક્ષકોની ભરતી શરૂ થયા બાદશાળા ઓના શૈક્ષણિક સ્તરમાં સુધારો થયો હોવા છતાં શિક્ષણ વિભાગ આ કેડર પ્રત્યે ઓરમાયું વર્તન દાખવી રહ્યું છે.

પાટણ જિલ્લા HTAT સંઘના હોદ્દેદારોએ કલેક્ટર સમક્ષ કુલ સાત જેટલી મુખ્ય માંગણીઓ રજૂ કરી છે. આવેદનપત્રમાં જણાવાયું છે કે મુખ્ય શિક્ષકોની તમામ પ્રકારની બદલીઓ વાર્ષિક ધોરણે નિયમિત કરવામાં આવે. આ ઉપરાંત, બઢતીથી નિમણૂંક મેળવેલા HTAT આચાર્યોને એક ઇજાફો આપવાની પણ માંગ કરવામાં આવી છે. સંઘે અનુદાનિત સંસ્થાના કર્મચારીઓની અગાઉની સેવાને હાલની સેવા સાથે જોડીને સળંગ ગણવા વિનંતી કરી છે. 300થી વધુ વિદ્યાર્થી સંખ્યા ધરાવતી શાળાઓમાં પરિપત્ર મુજબ કેન્દ્રીયકૃત રીતે શાળા સહાયક (ક્લાર્ક) ફાળવવાની પણ રજૂઆત કરવામાં આવી છે.અન્ય માંગણીઓમાં, HTAT કેડર વેકેશનલ પોસ્ટ બની તે પહેલાં, એટલે કે વર્ષ 2012થી 2019 સુધીના સમયગાળાની વેકેશનની રજાઓને પ્રાપ્ત રજા તરીકે જમા આપવાનો સમાવેશ થાય છે. શાળાના નાણાકીય વ્યવહારો માટે વારંવાર બદલાતી બેંક ચેન્જિંગ પ્રક્રિયા બંધ કરવા અને સ્પર્શ જેવા સોફ્ટવેરથી રોજિંદી નાણાંકીય બાબતો મુશ્કેલ ન બનાવવા અંગે પણ શિક્ષણ વિભાગનું ધ્યાન દોરવા આવેદનપત્ર દ્વારા વિનંતી કરાઈ છે.

સંબંધિત સમાચાર