રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
પાટણ22 ઑગસ્ટ, 2026| Super Admin

ઊંઝા મક્તુપુર હાઇવે પર રામદેવ હોટલ પાસે ત્રિપલ અકસ્માત : ચોકીદાર સહિત બેને ઇજા

ઊંઝા મક્તુપુર હાઇવે પર રામદેવ હોટલ પાસે ત્રિપલ અકસ્માત :  ચોકીદાર સહિત બેને ઇજા

ઊંઝા તાલુકાના મક્તપુર ગામની સીમમાં સિદ્ધપુર-ઊંઝા હાઇવે પર આવેલી રામદેવ હોટલ આગળ ગઈકાલે મોડી રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. હોટલ આગળ પાર્ક કરી રહેલી ગાડીઓ દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવેલા ટ્રેલરે આઇસર ટ્રકને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં આઇસર ગાડી આગળ ઉભેલા હોટલના ચોકીદાર સાથે અથડાતાં ચોકીદાર ગંભીર રીતે ઘાયલ થયા છે, જ્યારે ટ્રેલર રોડનું ડિવાઇડર તોડીને સામેના રોડ પર જઈ ચડ્યું હતું.

મળતી માહિતી મુજબ 61 વર્ષીય ચોકીદાર કાનારામ ચૌધરીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ રાત્રે ગાડીઓ પાર્ક કરાવી રહ્યા હતા ત્યારે આ બનાવ બન્યો હતો. ઈજાગ્રસ્ત ચોકીદારને તાત્કાલિક સારવાર અર્થે ઊંઝા સિવિલ અને ત્યારબાદ પાટણની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. તબીબી તપાસમાં ચોકીદારને બંને પાંસળી, જમણા ખભા અને થાપાના ભાગે ગંભીર ફ્રેક્ચર હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત આઇસર ટ્રકના ડ્રાઇવરને પણ સામાન્ય ઈજાઓ પહોંચી છે.

સિદ્ધપુર તરફથી આવી રહેલા ટ્રેલર ચાલકે પોતાના વાહનને પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારીને આ અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત સર્જનાર ટ્રેલરના ચાલકને પણ પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતાં તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. બનાવ અંગે ઊંઝા પોલીસ સ્ટેશનમાં ટ્રેલર ચાલક વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) અને મોટર વાહન અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

સંબંધિત સમાચાર