રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
બનાસકાંઠા29 જૂન, 2025| Super Admin

અમીરગઢના કાકવાડા ગામના લોકો 10 વર્ષોથી નદી પર પુલની માંગ કરી રહ્યા છે, છતાં તંત્રના આંખ આડા કાન

અમીરગઢના કાકવાડા ગામના લોકો 10 વર્ષોથી નદી પર પુલની માંગ કરી રહ્યા છે, છતાં તંત્રના આંખ આડા કાન
એક શાળા પ્રવેશોત્સવ તો બીજી તરફ બાળકો જોખમી નદી પાર કરવા વિવશ તંત્ર દ્વારા પુલ બનાવવા માટે નેતાઓએ ખાતમુહૂર્ત તો કર્યું પરંતુ કામગીરી અધ્ધરતાલ; અમીરગઢ તાલુકાના કાકવાડા ગામે દર ચોમાસામાં બનાસ નદીમાં પાણી આવે ત્યારે કાકવાડા ગામ સહિત આજુબાજુ ગામડાના લોકો મુશ્કેલીમાં મુકાઇ જાય છે. કારણ નદીમાં પાણી આવે ત્યારે રસ્તો બંધ થઈ જાય છે.ત્યારે શાળાએ જતા બાળકો અને પશુપાલકોને સામા કાંઠે જવું મુશ્કેલ બની જાય છે.ઘણા ખેડૂતોના ખેતરો બનાસ નદીનાં સામા કાંઠે આવેલા છે.જ્યાં તેમના મકાનો છે અને રહેઠાણ સ્થળ છે.જો કે અન્ય માર્ગ દૂર હોવાથી પશુપાલન કરતા પશું પાલકો દૂધ ભરાવવા માટે નદી પસાર કરી જીવને જોખમમાં મૂકી કાકવાડા ગામે આવી રહ્યા છે. તો શાળાના બાળકો પણ આ નદીમાંથી જઈ ન શકે તો તેમના વાલીઓ માથા ઉપર બેસાડીને શાળામાં મૂકવા  માટે આવે છે. બનાસ નદીના સામા કાંઠે કાકવાડા ગામના અનેક ખેડૂતો અને પશુપાલકોના ખેતરો આવેલા છે .જ્યાં અનેક લોકો વસવાટ પણ કરે છે અનેક બીજા ગામડાઓ પણ આવેલા છે ત્યારે અમીરગઢ આવવા માટેનો આ સૌથી નજીકનો માર્ગ છે. જે નદીમાંથી પસાર થાય છે ત્યારે બનાસ નદીમાં હાલ પાણી આવી ગયું હોવાથી આ રસ્તો બંધ થઈ ગયો છે. જેના કારણે પશુપાલકોને દૂધ ભરાવવા માટે કાકવાડા ડેરીમાં આવવું હોય તો પણ જોખમી રીતે નદીમાંથી પસાર થઈને આવવું પડે છે. કોઈ બીમાર હોય કે કોઈ અન્ય કામ અર્થે અમીરગઢ જવાનું હોય તો પણ નદીમાંથી જોખમી રીતે પસાર થવું પડે છે.અમીરગઢ જવા માટેનો અન્ય પણ જો કાકવાડાની બનાસ નદી ઉપર પુલ બનાવવામાં આવે તો લોકો 4 કિલો મીટરમાં અમીરગઢ આવી શકે છે.ત્યારે પુલની સુવિધા ન હોવાથી ઘણી વાર નદી જોખમી રીતે પસાર કરતા લોકો પાણીના પ્રવાહમાં તણાઈને જીવ ખોયો હોવાની ઘટનાઓ પણ બની ચુકી છે.પણ સરકાર દ્વારા અને સરકારી તંત્ર દ્વારા માત્ર આશ્વાસન આપવામાં આવે છે ત્યારે ગુજરાત સરકારને વિકાસમાં આ ગામડાઓ કેમ દેખાતા નથી? આ લોકોની મુશ્કેલી કેમ તંત્ર સાંભળતું નથી? તે એક મોટો સવાલ છે.ત્યારે લોકોને આવવા જવા માટે સત્વરે પુલ બનાવાય તેવી આ વિસ્તારના ગામના લોકોની માંગ ઉઠી છે. સરકાર અને તંત્રની ઘોર ઉદાસીનતા; ચૂંટણી વખતે અનેક નેતાઓ વચનો આપીને જાય છે પરંતુ પાછળથી પુલ બનાવવા માટેની કોઈ કામગીરી થતી નથી.પુલનું ખાતમુહૂર્ત પણ થયુ છે પરંતુ કામગીરી થઈ નથી. અમીરગઢ વિસ્તારમાંથી બનાસ નદી પસાર થઈ રહી છે.ત્યારે આ બનાસ નદીના સામે કાંઠે આવેલા કાકવાડા, ઇસવાની, ખારી ,સોનવાડી જેવા ગામોનાં લોકોને જવા - આવવા માટે ભારે મુશ્કેલી વેઠવી પડે છે. જો પુલ બને તો પાંચ થી 10 ગામોના લોકોની મુશ્કેલી દૂર થાય; બનાસ નદીમાં દર ચોમાસે પાણી આવવાથી અમીરગઢ તાલુકાના પાંચ થી 10 ગામો નાં લોકોને એક સ્થળે થી બીજી સ્થળે આવવા જવામાં ભારે હાલાકી નો સામનો કરવો પડે છે. જો કાકવાડા નજીક નદી પર પુલ બની જાય તો કાકવાળા, ઇસ્વાની, ખારી,સોનવાડી સહિત નાં ગ્રામજનોને અવર જવર ની સમસ્યા દૂર થઈ શકે તેમ છે. અમીરગઢ ,દાંતા તાલુકામાં આજે પણ પ્રાથમિક સુવિધાઓનો અભાવ; બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ આદિવાસી તાલુકાઓ જેવા કે દાંતા અને અમીરગઢ નાં ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ પ્રાથમિક સુવિધાઓ જેવીકે, રોડ-રસ્તા, પાણી,વીજળી ,આરોગ્ય,શિક્ષણ જેવી સુખાકારીનો અભાવ જોવા મળે છે. આ વિસ્તારની પ્રજાને ચૂંટણી સમયે ઠાલા વચનો આપી રાજકીય પક્ષો પોતાની મતપેટી ભરે છે,  પણ ચૂંટણી જીત્યા બાદ નેતાજીઓ પોતે આપેલા વચનો પાડતા નથી. તે એક નક્કર વાસ્તવિકતા છે.

સંબંધિત સમાચાર