પાલનપુર-અંબાજી હાઇવે પર એક ભયાનક અકસ્માતની ઘટના સર્જાઈ છે. હાઇવે પર આવેલા મેરવાડા ગામ પાસે એક સ્કોર્પિયો ગાડીના ચાલકે અચાનક સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર સીધી રોડની સાઇડમાં આવેલા ઊંડા ખાડામાં ખાબકી છે. આ કરુણ અકસ્માતમાં સ્કોર્પિયો ગાડીમાં સવાર બે લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હોવાના અહેવાલ મળી રહ્યા છે. અકસ્માત થતાં જ આસપાસના સ્થાનિક લોકો અને હાઇવે પરથી પસાર થતા વાહનચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્તોને તાબડતોબ સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માત એટલો જોરદાર હતો કે ઘટનાસ્થળે લોકોના મોટા ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને થોડા સમય માટે ટ્રાફિક વ્યવસ્થા પણ પ્રભાવિત થઈ હતી. ઘટનાની જાણ થતાં જ પાલનપુર સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને હાઇવે પરથી ભીડને હટાવીને વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. પોલીસે હાલ અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
પાલનપુર-અંબાજી હાઇવે પર મેરવાડા પાસે સ્કોર્પિયો ખાડામાં ખાબકી

સંબંધિત સમાચાર
બનાસકાંઠાપાંથાવાડા પોલીસનો સપાટો: ગુંદરી ચેકપોસ્ટ પરથી 24.13 લાખનો દારૂ-બિયરનો મુદ્દામાલ જપ્ત
1 દિવસ પહેલા
બનાસકાંઠાદાંતા કોંગ્રેસના સંમેલનમાં ગેનીબેન ઠાકોરના ભાજપ સરકાર પર પ્રહાર : ‘યુરિયા નથી મળતું, દારૂ-ડ્રગ્સની હોમ ડિલિવરી
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા-પાલનપુર હાઇવે પર અચાનક આખલો આડો ઊતરતાં અકસ્માત સર્જાયો
3 દિવસ પહેલા
બનાસકાંઠારસાણા નાનામાં વીજ કરંટથી પિતા-દીકરીનાં મોત : પરિવાર દ્વારા વીજ કંપની સામે ગંભીર આક્ષેપ
3 દિવસ પહેલા
