રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા29 જૂન, 2026| Super Admin

ડીસા GIDCના ભંગારના ગોડાઉનમાં આગ : ફાયર ફાઈટરોની સમયસૂચકતાથી મોટી હોનારત ટળી

ડીસા GIDCના ભંગારના ગોડાઉનમાં  આગ : ફાયર ફાઈટરોની સમયસૂચકતાથી મોટી હોનારત ટળી

ડીસા GIDC વિસ્તારમાં આજે સાંજે એક ભંગારના ગોડાઉનમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગોડાઉનમાં રહેલા જ્વલનશીલ કચરા અને અન્ય સામાનને કારણે આગે થોડી જ વારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને આકાશમાં કાળા ડિબાંગ ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.​ઘટનાની જાણ થતા જ ડીસા નગરપાલિકાનો ફાયર વિભાગ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફાયર ફાઈટરોએ ભારે જહેમત ઉઠાવીને આગને વધુ ફેલાતી અટકાવી હતી અને થોડા જ સમયમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી.

​ભૂતકાળની ગોઝારી ઘટનાની યાદો તાજી થઈ  ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં ડીસામાં ફટાકડાના ગોડાઉનમાં લાગેલી ભીષણ આગમાં 22 જેટલા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. તે હૃદયદ્રાવક ઘટનાની યાદો આજે પણ લોકોના મનમાં તાજી છે. ત્યારે, GIDC જેવા ઔદ્યોગિક વિસ્તારમાં ફરી આગ લાગવાની ઘટનાએ સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે.​તંત્ર દ્વારા આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે, પરંતુ લોકોમાં વારંવાર બનતી આવી આગની ઘટનાઓને રોકવા માટે કડક ફાયર સેફ્ટીના નિયમોના પાલન અને યોગ્ય તપાસની માંગ ઉઠી છે.

ટેગ્સ:#Deesa

સંબંધિત સમાચાર