ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના સ્ટાફે બાતમીના આધારે ઢુવા ગામે રેડ કરી દુકાનના પાછળના ભાગેથી રાજસ્થાનમાં વેચાણ માટેની વિદેશી દારૂની ૫ બોટલો મળી કુલ રૂ. 1,015/-નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ મામલે આરોપી રાહુલજી બળવંતજી ઠાકોર, રહે. ઢુવા, તા.ડીસા, જી.બનાસકાંઠા વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
ડીસા રૂરલ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન મળેલી બાતમીના આધારે ઢુવા ગામે ઢુવા-સામઢી રોડ પર આવેલી આરોપીની દુકાનમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન દુકાનના પાછળના ભાગે આવેલા છાપરામાંથી પ્લાસ્ટિકની થેલીમાં રાખેલી વાઇટલેશ વોડકા ઓરેંજ ફ્લેવર 180 એમએલની 5 બોટલો, જે ઉપર ‘ફોર્સ સેલ ઇન રાજસ્થાન ઓન્લી’નું માર્કિંગ હતું, મળી આવી હતી.
પોલીસે પંચનામાની કાર્યવાહી કરી મુદ્દામાલ કબજે લીધો હતો. રેડ દરમિયાન આરોપી હાજર મળી આવ્યો ન હતો. સમગ્ર મામલે ડીસા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાવી આરોપી રાહુલજી બળવંતજી ઠાકોર વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.





