પાટણ જીલ્લામાં સામાન્ય પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરતા "નકલી (બોગસ)ડોકટર' પર કાયદાકીય રીતે કડક હાથે કામ લેવાની આપેલ સુચના અનુસાર પાટણ એસ.ઓ.જી. પો.ઇન્સ. જે.જી.સોલંકી નાઓના માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી પોલીસ કર્મચારીઓ કાકોશી પો.સ્ટે વિસ્તારમા પેટ્રોલીંગમાં હતા દરમ્યાન તાવડીયા ગામ પાસે આવતા બાતમી હકીકત મળેલ કે વાધણા ગામે રોડ ઉપર્ આવેલ દુકાનમાં મનિષકુમાર નટવરલાલ પટેલ રહે. રાજપુર તા. સિધ્ધપુરવાળા કોઇ પણ જાતની ડોકટરની ડીગ્રી મેળવ્યા સિવાય અને મેડીકલ લાયસન્સ ધરાવતા નહીં હોવા છતાં દવાખાનુ ચલાવે છે અને બીમાર લોકોને તપાસી દવા તથા ઇંજેકશન આપી બીમાર લોકોના સ્વાસ્થય સાથે બેદરકારી ભર્યુ કૃત્ય કરી તેમના પર ગે.કા. મેડીકલ પ્રેકટીસ કરી દવા તથા સાધનો દ્વારા બિમાર વ્યક્તિઓને પોતે ડોકટર નહિ હોવા છતાંયે તપાસી છેતરપીંડી કરી રહ્યા છે. જે હકીકત આધારે પાટણ એસઓજી ટીમે વાઘણા ગામે ઓચિંતો છાપો મારી હકીકત ના સ્થળે થી ઇન્જેકશનો, દવાઓ, મેડીકલ સાધનો મળી કુલ રૂ.૫૩૩૩૦.૦૯ ના મુદ્દામાલ સાથે બોગસ તબીબ મનિષકુમાર નટવર લાલ પટેલ રહે. રાજપુર તા.સિધ્ધપુર વાળાની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
મેડીકલ ડીગ્રી વગર લોકો ના આરોગ્ય સાથે ચેડા કરતો નકલી ડોકટર વાઘણા ગામેથી ઝડપી લેતી પાટણ એસઓજી ટીમ

સંબંધિત સમાચાર
પાટણપોલીસ સ્ટેશનમાં જ ખાખી રક્ષક સુરક્ષિત નહીં: રાધનપુરમાં ASI પર જીવલેણ હુમલો
8 કલાક પહેલા
પાટણપાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં ભક્તિભાવ સાથે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરાઈ
8 કલાક પહેલા
પાટણપાટણમાં ગૌપ્રેમીઓનો હુંકાર: ગૌહત્યા અટકાવવા તેમજ ગૌમાતાને 'રાષ્ટ્રમાતા' જાહેર કરવાની માંગ સાથે વિશાળ રેલી યોજાઈ
2 દિવસ પહેલા
પાટણપાટણ : વાવાઝોડા બાદ યુજીવીસીએલની યુદ્ધના ધોરણે વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવાની કામગીરી
2 દિવસ પહેલા
