ધાનેરાના હડતા ગામે વિજ્ઞાન જાથા સામે ભક્તોનો ઉગ્ર વિરોધ!
બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના હડતા ગામેથી અંધશ્રદ્ધા ફેલાવી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા નરેશ મહારાણા નામના ભુવાને વિજ્ઞાન જાથા અને પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ઝડપી પાડ્યો છે. કેન્સરના ત્રીજા સ્ટેજ પર રહેલા એક દર્દીને હોસ્પિટલની તબીબી સારવાર બંધ કરાવીને આ ભુવાએ ધાર્મિક બાધા રાખવાનું કહ્યું હતું, જેથી પીડિત પરિવારે વિજ્ઞાન જાથાનો સંપર્ક કર્યો હતો. વિજ્ઞાન જાથાના ચેરમેન એડવોકેટ જયંત પંડ્યાની આગેવાનીમાં આ અંધશ્રદ્ધાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે, જે વિજ્ઞાન જાથાનો ૧૨૯૯મો સફળ પર્દાફાશ છે. ધાનેરા પોલીસે આરોપી સામે અટકાયતી પગલાં લઈ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
તો બીજી તરફ : હડતા ધામ ખાતે હજારોની સંખ્યામાં એકઠા થયેલા શ્રદ્ધાળુઓએ 'જયંત પંડ્યા હાય હાય'ના નારા લગાવી વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યા સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. મંદિર પરિસર આગળ ભક્તોએ ભારે રોષ વ્યક્ત કરવાની સાથે જયંત પંડ્યાને 'સદબુદ્ધિ' મળે તે માટે વિશેષ પ્રાર્થના પણ કરી હતી, જેને લઈને સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે."
ધાનેરા : અંધશ્રદ્ધા વિરોધી અભિયાન સામે આસ્થાનું ઘોડાપૂર

સંબંધિત સમાચાર
બનાસકાંઠાશ્રી સર્વોદય લૉ કોલેજ, કાંટ (ડીસા) ખાતે BNSS વિષય ઉપર ગેસ્ટ લેક્ચરનું આયોજન
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા ખાતે સિંચાઈ વિભાગના મદદનીશ અધિક્ષક લાંચ લેતા ઝડપાયા
2 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા કોલેજ સંકુલમાં થેલેસેમિયા સ્ક્રીનીંગ કેમ્પનું આયોજન
2 દિવસ પહેલા
બનાસકાંઠાચેક બાઉન્સમાં કોર્ટનો કડક ચુકાદો: મૂળ રકમ આપ્યા પછી પણ લટકતી રહેશે વળતરની તલવાર !
2 દિવસ પહેલા
