રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
પાટણ29 જુલાઈ, 2026| Super Admin

પોલીસ સ્ટેશનમાં જ ખાખી રક્ષક સુરક્ષિત નહીં: રાધનપુરમાં ASI પર જીવલેણ હુમલો

પોલીસ સ્ટેશનમાં જ ખાખી રક્ષક સુરક્ષિત નહીં: રાધનપુરમાં ASI પર જીવલેણ હુમલો

પિતા- પુત્ર સહિત ત્રણ સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો

રાધનપુર સ્થિત નાયબ પોલીસ અધિક્ષકની કચેરીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. તપાસ અર્થે નિવેદન આપવા આવેલા પિતા-પુત્રો સહિત ત્રણ શખ્સોએ ફરજ પરના એ.એસ.આઇ ઘનશ્યામસિંહ રામુજી પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં પોલીસકર્મીનું ગળું દબાવી દીવાલમાં માથું અથડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.આ અંગે રાધનપુર પોલીસ સ્ટેશનમાં ત્રણ આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) અને જી.પી. એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ફરિયાદ મુજબ, રાધનપુર તાલુકાના અગીચણા ગામના શંકરભાઈ ડુંગરભાઈ આયર અને તેમના પુત્ર લક્ષમણભાઈ ઉર્ફે લાલાભાઈ શંકરભાઈ આયર કચેરી ખાતે એક ઇન્કવાયરીના કામે નિવેદન નોંધાવવા આવ્યા હતા.

નિવેદન આપવાની ના પાડીને તેમણે આત્મવિલોપન કરવાની ધમકી આપી હતી. કચેરીમાં હાજર ફરિયાદી અને સાહેદોને ગાળો ભાંડી ધમકીઓ આપવાનું શરૂ કરતા, એ.એસ.આઇ. ઘનશ્યામસિંહે તેમને શાંત પાડી નિયમ મુજબ નિવેદન આપવા સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. સમજાવટ દરમિયાન આરોપીઓએ ઉગ્ર બોલાચાલી કરી હતી. આરોપીઓ તેમના અન્ય સાગરીત ભરતભાઈ શંકરભાઈ આયરના ટેલિફોનિક સંપર્કમાં રહી પૂર્વ આયોજિત યોજનાના ભાગરૂપે હુમલો કર્યો હતો. લક્ષમણભાઈ ઉર્ફે લાલાભાઈએ એ.એસ.આઇ.ના શર્ટનો કોલર પકડ્યો,જ્યારે શંકરભાઈ ડુંગરભાઈએ તેમનું ગળું દબાવી દીવાલમાં માથું અથડાવવાનો પ્રયાસ કર્યો અને શ્વાસ રોકી જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો. 

કચેરીમાં હાજર અન્ય સાહેદોએ તાત્કાલિક વચ્ચે પડીને ફરિયાદીને આરોપીઓના ચુંગાલમાંથી છોડાવ્યા હતા. ઘટના સમયે ભરતભાઈ શંકરભાઈ પણ સ્થળ પર આવી પહોંચ્યો હતો અને કચેરીમાં હાજર ફરિયાદી તથા સાહેદોને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ગાળો બોલી હતી.આરોપીઓએ રાજ્યસેવકની કાયદેસરની ફરજમાં રૂકાવટ ઊભી કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. આ બનાવ અંગે રાધનપુર પોલીસ સ્ટેશનમાં BNS કલમ 109(1),221, 132, 224, 351(3), 296(B), 61(2) તથા જી.પી. એક્ટ કલમ 110, 117 મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ મામલે પોલીસે ત્રણ લોકોની અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું છે.

ટેગ્સ:#radhanpur

સંબંધિત સમાચાર