રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
પાટણ27 જુલાઈ, 2026| Super Admin

પાટણમાં ગૌપ્રેમીઓનો હુંકાર: ગૌહત્યા અટકાવવા તેમજ ગૌમાતાને 'રાષ્ટ્રમાતા' જાહેર કરવાની માંગ સાથે વિશાળ રેલી યોજાઈ

પાટણમાં ગૌપ્રેમીઓનો હુંકાર: ગૌહત્યા અટકાવવા તેમજ ગૌમાતાને 'રાષ્ટ્રમાતા' જાહેર કરવાની માંગ સાથે વિશાળ રેલી યોજાઈ

જિલ્લા કલેકટરને ગૌપત્ર સુપ્રત કરી ઉગ્ર રજૂઆત કરવામાં આવી

ગૌવંશની રક્ષા અને ગૌહત્યાને સદંતર અટકાવવાની સાથે સાથે ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ સાથે સોમવારે પાટણ હરિઓમ ગૌશાળાની આગેવાની હેઠળ ગૌપ્રેમીઓ અને સામાજિક જાગૃત નાગરિકો દ્વારા શહેરના ટીબી ત્રણ રસ્તાથી રેલી યોજી કલેક્ટર કચેરી ખાતે ગૌ પત્ર આપવામાં આવ્યું હતું. જિલ્લા કલેકટરને સુપ્રત કરવામાં આવેલ. ગૌપત્રમાં મુખ્યત્વે ગૌહત્યા સાથે સંકળાયેલા ઇસમો સામે કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવા અને પ્રવર્તમાન કાયદાઓનો ચુસ્ત અમલ કરાવવા રજૂઆત કરવામાં આવે હતી. સાથે સાથે ​ગૌવંશની ગેરકાયદેસર રીતે થતી હેરાફેરી (કતલખાને જતા પશુઓ) અટકાવવા માટે ચેકપોસ્ટો પર સઘન વાહન ચેકિંગ હાથ ધરવા માંગ કરાય છે.તો રઝળતા ગૌવંશ માટે યોગ્ય નિભાવ, ઘાસચારાની વ્યવસ્થા અને પાંજરાપોળ તેમજ આશ્રય સ્થાનોને સરકારી સહાય પૂરી પાડવાની માંગ કરવામાં આવે છે.

74.jpg 168.65 KB
​આ ગૌપત્રના માધ્યમથી પાટણના ગૌપ્રેમીઓએ સરકાર અને વહીવટીતંત્ર સમક્ષ ગૌવંશની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ઉગ્ર રજૂઆત કરી હતી. આ રેલીમાં અનાવાડા હરિઓમ ગૌશાળાના સંચાલક દિનેશભાઈ જોષી, વિશ્વ હિન્દુ પરિષદના આગેવાન જગદીશભાઈ ઠકકર સહિત મોટી સંખ્યામાં ગૌપ્રેમીઓ સાથે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળના કાર્યકરો, પાંજરાપોળના સંચાલકો જોડાયા હતા.

ટેગ્સ:#patan

સંબંધિત સમાચાર