રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
વાવ-થરાદ24 જુલાઈ, 2026| Super Admin

મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: દિયોદરમાં 6 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકાર

મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: દિયોદરમાં 6 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકાર

વાવ-થરાદ જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન ભારે વરસાદ નોંધાયો છે. ખાસ કરીને દિયોદર પંથકમાં 6 ઇંચ વરસાદ પડતાં શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું હતું. ભારે વરસાદને કારણે સોસાયટી અને નગર સહિતના વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. રસ્તાઓ પર પાણી ફરી વળતાં સ્થાનિક લોકોને અવરજવરમાં મુશ્કેલી પડી હતી. 

વાવ-થરાદ જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે આજે, 24 જુલાઈના રોજ, તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. જિલ્લા કલેક્ટર મયુર મહેતાએ આ અંગે આદેશ જાહેર કર્યો છે. આ આદેશ અંતર્ગત વાવ-થરાદ જિલ્લાના તમામ આંગણવાડી કેન્દ્રો, પ્રાથમિક શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તેમજ તમામ કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે. જિલ્લા વહીવટી તંત્રએ હવામાન વિભાગ દ્વારા કરાયેલી ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને સાવચેતીના ભાગરૂપે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

દિયોદરમાં 24 કલાકમાં 6 ઇંચ.gif 2.08 MB
ભારે વરસાદની સંભાવનાને જોતા વાલીઓને પણ બાળકોને બિનજરૂરી રીતે બહાર ન મોકલવા અને તંત્ર દ્વારા અપાતી સૂચનાઓનું પાલન કરવા અપીલ કરાઈ છે. કલેક્ટર મયુર મહેતાએ જણાવ્યું કે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ સાવચેતીના પગલાં લેવાયા છે અને આગામી હવામાનની સ્થિતિ મુજબ વધુ નિર્ણયો લેવાશે.વાવ થરાદ જિલ્લામાં મોડી રાત્રિથી વહેલી સવાર સુધી સારો વરસાદ નોંધાયો હતો. આ વરસાદને કારણે સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ છવાઈ ગયો હતો. દિયોદર, થરાદ, વાવ, સુઈગામ, ભાભર અને લાખણી સહિતના તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો, જેના પરિણામે દિયોદરમાં કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને ખેડૂતોને રાહત મળી હતી.

મોડી રાત્રિથી શરૂ થયેલો વરસાદ વહેલી સવાર સુધી સતત ચાલુ રહ્યો હતો. આ મેઘમહેરથી વાવ અને થરાદ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. દિયોદર શહેરમાં સારો વરસાદ થતાં અનેક મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયા હતા. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાને કારણે વાહનચાલકો અને સ્થાનિક લોકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.


સંબંધિત સમાચાર