બનાસકાંઠા જિલ્લાના રવિયાથી ધાનેરાને જોડતો મહત્વનો માર્ગ ચોમાસાની સિઝનમાં સ્થાનિકો માટે આફતરૂપ સાબિત થઈ રહ્યો છે. આ માર્ગ પર પુલ ન હોવાને કારણે સામાન્ય વરસાદમાં પણ ૩ થી ૪ ફૂટ જેટલું પાણી ભરાઈ જાય છે, જેના કારણે આસપાસના ૧૦ થી ૧૨ ગામોનો સંપર્ક તૂટી જાય છે.વરસાદની થોડીઘણી શરૂઆત થતાં જ આ રસ્તો જાણે કોઈ વહોળામાં ફેરવાઈ જાય છે અને વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ જાય છે. પરિણામે શાળા-કોલેજે જતા વિદ્યાર્થીઓ, હોસ્પિટલ જતા દર્દીઓ અને દૂધ ભરાવવા જતા પશુપાલકો ભારે મુશ્કેલીમાં મુકાય છે. ખાસ કરીને કોઈ ગર્ભવતી મહિલાને પ્રસુતિ માટે લઈ જવાની હોય કે અંતિમયાત્રા માટે જવાનું હોય, ત્યારે ગ્રામજનોએ ભારે વેદના સહન કરવી પડે છે.સ્થાનિક નેતાઓ અને અધિકારીઓ સામે રોષ વ્યક્ત કરતા ગ્રામજનો પૂછી રહ્યા છે કે શું આ ગામના લોકો ટેક્સ નથી ભરતા કે વોટ નથી આપતા? નેતાઓને માત્ર ફોટા પડાવવામાં જ રસ હોય તેવું જણાઈ રહ્યું છે. વર્ષો જૂની આ માર્ગ પર પુલ બનાવવાની માંગ જો વહેલી તકે સંતોષવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ ગ્રામજનો દ્વારા ઉચ્ચારવામાં આવી છે.
ભાવનગર જિલ્લાનો જીવા દોરી શેત્રુંજી ડેમ સીઝનમાં બીજી વખત ઓવરફ્લો
સંબંધિત સમાચાર
ગુજરાતગુજરાતમાં આકાશમાંથી આફતનો વરસાદ! ખેડામાં કાર નાળામાં તણાઈ, 4 લોકોના મોત; અમદાવાદમાં શાળાઓ બંધ
1 દિવસ પહેલા
ગુજરાતગુજરાતમાં ભારે વરસાદને કારણે રેલ સેવાઓ ખોરવાઈ, મુસાફરોને હાલાકી
1 દિવસ પહેલા
ગુજરાતગુજરાતથી આસામ, હિમાચલ પ્રદેશ અને કાશ્મીરમાં ભારે વરસાદની ચેતવણી જારી
1 દિવસ પહેલા
ગુજરાતગુજરાતમાં ભારે વરસાદને કારણે રેલ સેવાઓ ખોરવાઈ, મુસાફરોએ વડોદરા સ્ટેશન પર હોબાળો મચાવ્યો
2 દિવસ પહેલા
