રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા25 જુલાઈ, 2026| Super Admin

ડીસામાં રેલી યોજે તે પહેલાં જ NSUI અને કોંગ્રેસના કાર્યકરો તથા વિદ્યાર્થીઓની અટકાયત!

ડીસામાં રેલી યોજે તે પહેલાં જ NSUI અને કોંગ્રેસના કાર્યકરો તથા વિદ્યાર્થીઓની અટકાયત!

બનાસકાંઠાના ડીસા શહેરના ચર્ચિત બગીચા સર્કલ ખાતે આજે વાતાવરણ તંગ બન્યું હતું. વિદ્યાર્થીઓના વિવિધ પડતર પ્રશ્નો અને મુદ્દાઓને લઈને NSUI અને કોંગ્રેસના કાર્યકરો દ્વારા એક વિશાળ વિરોધ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, આ રેલી શરૂ થાય તે પૂર્વે જ સ્થાનિક પોલીસે ભારે સતર્કતા દાખવીને ચુસ્ત પોલીસ કાફલો ખડકી દીધો હતો. મળતી માહિતી મુજબ, NSUI ના કાર્યકરો, કોંગ્રેસના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ બગીચા સર્કલ ખાતે એકઠા થયા હતા. પૂર્વ મંજૂરી અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જાળવવાના ભાગરૂપે પોલીસે રેલીને આગળ વધતી અટકાવી હતી અને સ્થળ પરથી જ વિદ્યાર્થીઓ તથા કાર્યકરોની અટકાયત કરી હતી. અટકાયત કરાયેલા તમામ આગેવાનો અને વિદ્યાર્થીઓને પોલીસ વાહનોમાં બેસાડીને ડીસા ઉત્તર પોલીસ સ્ટેશન ખાતે ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે બગીચા સર્કલ અને પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસનો ભારે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

સંબંધિત સમાચાર