રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
પાટણ2 જાન્યુઆરી, 2025| Super Admin

પ્રતિબંધિત ચાઇનીઝ દોરીની ૭૨ ફીરકીઓ સાથે એક શખ્સ ને ઝડપી લેતી પાટણ એસઓજી પોલીસ

પ્રતિબંધિત ચાઇનીઝ દોરીની ૭૨ ફીરકીઓ સાથે એક શખ્સ ને ઝડપી લેતી પાટણ એસઓજી પોલીસ

ઉતરાણના પર્વને લઈને પ્રતિબંધિત ચાઇનીઝ દોરી નું કેટલાક શખ્સો દ્વારા ખાનગીમાં વેચાણ કરાતુ હોવાની બાતમીના આધારે પાટણ એસઓજી પોલીસ ટીમે પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના પાડલા ગામે ઓચિંતી રેડ કરીને એક શખ્સને ચાઈનીઝ દોરી ની ફીરકી નંગ ૭૨ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. મકરસંક્રાતિ તહેવાર અનુસંધાને ચાઇનીઝ દોરા,માંજાઓની પ્લાસ્ટીકની દોરીની વપરાશથી માનવ જીવન તથા પક્ષી તથા પર્યાવરણ માટે ખતરારૂપ હોઇ જે ચાઇનીઝ દોરીની અમુકવાર માણસો તથા પક્ષીઓને પ્રાણઘાતક ઇજાઓ થાય છે.જેથી પ્લાસ્ટિક કે સીન્થેટીક મટીરીયલ દોરીની આયાત ખરીદ વેચાણ, હેરાફેરી, ખરીદ વેચાણ અને વપરાશ ઉપર સંપુર્ણ પ્રતિબંધ મુકવા આવેલ હોય અને આ બાબતે જાહેરનામું બહાર પાડેલ હોઈ જે જાહેરનામાંનો કડક અમલ કરવા સારૂ સુચના કરેલ હોઇ જે આધારે પાટણ ટીમના માણસો પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન ચાઇનીઝ દોરા તથા ટોનીક મટીરીયલ્સ (ઝેરી દોરા) લઇ વેચાણ સારૂ ઉભેલ છે જે બાતમી આધારે તપાસમાં રહેતા લાલાજી નરશીજી કરશનજી ઠાકોર ઉ.વ.૨૦ રહે- પાડલા તા.શખેશ્વર જી.પાટણવાળા નામનો ઇસમ મળી આવેલ જેની બાજુમાં પ્લાસ્ટીકના પેક કરેલ કાર્ટુન નંગ-૦૪ જે એક કાર્ટુનમાં નંગ.૧૮ લેખે ચાર કારટુનમાં ચાઈનીઝ દોરીની ફીરકી નંગ-૭૨ મળી આવેલ જે એક ચાઇનીઝ દોરીની ફીરકી નંગ-૧ની કી રૂા.૨૦૦ લેખે કુલ-૭૨ ફીરકીની કુલ કિ .રૂા.૧૪,૪૦૦ ના કુલ મુદામાલ સાથે તેની અટકાયત કરી આગળ ની કાયૅવાહી માટે શંખેશ્વર પો.સ્ટે ખાતે બી.એન.એસ. કલમ ૨૨૩ મુજબ ગુનો રજી કરી તપાસ સોપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

સંબંધિત સમાચાર