રાંધણ ગેસના બાટલાઓમાંથી ગેસની ચોરી કરતા બે ઈસમોને પાટણ એસ.ઓ.જી પોલીસે રંગેહાથ ઝડપી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. એસ.ઓ.જી પાટણના પોલીસ કર્મચારીઓ વાગડોદ પો.સ્ટે વિસ્તારમા પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકીકત આધારે વાગડોદ પો.સ્ટે.ના ચારૂપ ગામના મલારપુરા નામથી ઓળખાતા પરામાં અશોકજી શિવાજી ઠાકોર પોતાના ઘરની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યામાં ભારતગેસ એજન્સીના ગેસના બાટલા ભરેલ ગાડી માંથી ભારતગેસ એજન્સીનો માણસ ભેગા મળીને ભારતગેસના રાંધણગેસ ના ભરેલ બાટલામાં ગે.કા.રીતે ખાલી ગેસના બાટલામાં રીફીંલીંગ કરે છે. જે આધારે હકીકતવાળી જગ્યાએ જતા જીતેન્દ્રકુમાર વિઠ્ઠલભાઇ શિવાભાઇ પરમાર ઉં.વ.૨૫ ધંધો. ભારતગેસ એજન્સીમાં ડિલીવરી બોય તરીકે નોકરી રહે.ઓઢવા તા.સરસ્વતી જિ.પાટણ તથા અશોકજી શિવાજી ચતુરજી જાતે.ઠાકોર ઉં.વ.ર૧ ધંધો. મજુરી રહે. મલારપુર તા.સરસ્વતી જિ.પાટણવાળાઓ હાજર હોય અને બન્ને જણ ભારતગેસના રાંધણગેસના ભરેલ બાટલામાં ગે.કા.રીતે ખાલી ગેસના બાટલામાં રીફીંલીંગ કરતા હોય જેઓને ગેસના બાટલા, લોખંડની ભુંગળીયો તથા છોટા હાથી એમ કુલ કિ.રૂ.૩,૪૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે રંગેહાથ ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
રાંધણ ગેસના બાટલાઓમાંથી ગેસની ચોરી કરતા બે ઈસમોને ઝડપી પાડતી પાટણ એસ.ઓ.જી

સંબંધિત સમાચાર
પાટણપાટણમાં ગૌપ્રેમીઓનો હુંકાર: ગૌહત્યા અટકાવવા તેમજ ગૌમાતાને 'રાષ્ટ્રમાતા' જાહેર કરવાની માંગ સાથે વિશાળ રેલી યોજાઈ
2 દિવસ પહેલા
પાટણપાટણ : વાવાઝોડા બાદ યુજીવીસીએલની યુદ્ધના ધોરણે વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવાની કામગીરી
2 દિવસ પહેલા
પાટણરાધનપુર પંથકમાં આફત: ભારે વરસાદથી ઓધવનગર-બંધવડ મુખ્ય કેનાલમાં મોટાં ગાબડાં પડ્યાં
2 દિવસ પહેલા
પાટણદેવ ગામનું તળાવ ઓવરફ્લો થતાં ૧૦૦ ઘરોમાં પાણી ફરી વળ્યાં
4 દિવસ પહેલા
