રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા3 જુલાઈ, 2026| Super Admin

કાંકરેજ તાલુકા પંચાયતની કામગીરી: વીજળીથી મૃત્યુ પામેલા પશુઓના માલિકોને સહાય

કાંકરેજ તાલુકા પંચાયતની કામગીરી: વીજળીથી મૃત્યુ પામેલા પશુઓના માલિકોને સહાય

કાંકરેજ તાલુકામાં તાજેતરમાં પડેલી અવકાશી વીજળીની ઘટનામાં પશુઓના મૃત્યુ થયેલા પશુપાલકોને રાજ્ય સરકારના નિયમો મુજબ સહાય ચૂકવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં તાજેતરમાં થયેલ વરસાદ અને વાવાઝોડામાં આકાશી વીજળી પડવાથી ભેંસનું મોત થયું હતું. જેમાં એક આકોલી ગામે અને બીજું પાદરડી ગામે પશુઓ ઉપર વીજળી પડતાં મોત નીપજ્યા હતા. આ બાબતે સ્થાનિક ગ્રામ પંચાયતના તલાટી મંત્રી અને કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી નરેશભાઈ ચૌધરી દ્વારા તાત્કાલિક અસરથી કામગીરી કરી રિપોર્ટ ડિઝાસ્ટર માં મોકલી આપવામાં આવ્યો હતો. જેમાં શિહોરી પશુ ડૉક્ટર પટેલે પીએમ કરી લાભાર્થીઓને પશુ મૃત્યુના સહાય માટે કાંકરેજ તાલુકા વિકાસ અધિકારીને જાણ કરી વળતર ચૂકવવા પાત્ર લાભાર્થીઓ જેમાં આકોલી ગામના વાઘેલા જગતસિંહ દિવાનસિંહને પશુ મૃત્યુના 37.500 ની સહાય ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવી હતી. 

ત્યારે તેમને કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી નરેશભાઈ ચૌધરી અને કાંકરેજ તાલુકા પંચાયત પ્રમુખ વેલસિંહ પરમાર દ્વારા ચેક અર્પણ કરાયા હતા જેમાં પાદરડી ના રામસુગભાઈ માલાભાઈ પટેલ ને પણ 37.500 રૂપિયાનો ચેક કાંકરેજ તાલુકા પંચાયત પ્રમુખ વેલસિંહ પરમાર અને ટીમ દ્વારા એનાયત કરવામાં આવ્યો હતો. ત્યારે કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી નરેશભાઈ ચૌધરી દ્વારા તાત્કાલિક અસરથી પશુ મૃત્યુની સહાય ઝડપી ચૂકવવા બદલ લાભાર્થીઓ દ્વારા આભાર વ્યક્ત કર્યો હતો. ત્યારે તાલુકા વિકાસ અધિકારી નરેશભાઈ ચૌધરીએ કહ્યું હતું કે કુદરતી આફતથી નુકશાન પામેલા પશુપાલકોને સમયસર સહાય ચૂકવવામાં આવી છે.

ટેગ્સ:#Banaskantha

સંબંધિત સમાચાર