રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા4 જુલાઈ, 2026| Super Admin

ડીસાનું ઐતિહાસિક લેબડીયું તળાવ દબાણ હેઠળ; ગ્રામજનો દ્વારા નાયબ કલેક્ટરને રજૂઆત

ડીસાનું ઐતિહાસિક લેબડીયું તળાવ દબાણ હેઠળ; ગ્રામજનો દ્વારા નાયબ કલેક્ટરને રજૂઆત

ડીસા તાલુકાના આસેડા ગામના મુખ્ય જળ સ્ત્રોત સમાન સરકારી “લેબડીયું” તળાવની જમીન પર થઈ રહેલા ગેરકાયદેસર દબાણ અને બાંધકામને તાત્કાલિક ધોરણે અટકાવવાની માંગ સાથે ગામના ગ્રામજનોએ ડીસા પ્રાંત કચેરી ખાતે નાયબ કલેક્ટરને આવેદન પત્ર સુપ્રત કર્યું હતું. ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે સરકારી તળાવની જમીન પર દબાણ કરીને કુદરતી જળ પ્રવાહને રોકવાનો પ્રયાસ થઈ રહ્યો છે.સરકારી રેકોર્ડ પર નોંધાયેલા “લેબડીયું” તળાવમાં ગામના જ એક સ્થાનિક ઈસમ દ્વારા છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર રીતે દબાણ કરવામાં આવી રહ્યું છે. તળાવની સરકારી જમીનમાં ગેરકાયદેસર રીતે સિમેન્ટના થાંભલા ખોડી દેવામાં આવ્યા છે, તેમજ ટ્રેક્ટર દ્વારા જમીન સમતલ કરીને તળાવના ભાગને પૂરી દેવાનો ગંભીર પ્રયાસ કરવામાં આવ્યો છે. આ અગાઉ પણ આ ઈસમો દ્વારા તળાવની જમીનમાં ગેરકાયદેસર વાવેતર કરવામાં આવતું હતું.

28.jpg 191.69 KB
ગેરકાયદેસર દબાણ અને સમતલીકરણના કારણે ચોમાસા દરમિયાન તળાવમાં વરસાદી પાણી આવવાનો કુદરતી રસ્તો સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે.તળાવનું સ્વરૂપ બદલાઈ જવાથી આગામી ચોમાસાનું પાણી સંગ્રહ થઈ શકશે નહીં, જેના કારણે ઉનાળામાં ગામના પશુધન અને સ્થાનિક રહીશો માટે પીવાના પાણીનું ગંભીર સંકટ ઊભું થશે અને પશુઓ પાણી વિના મરી જાય તેવી સ્થિતિ સર્જાશે.

સરકારી તળાવની જમીન સંકોચાવાના કારણે સ્થાનિક પર્યાવરણ, પશુ-પંખીઓ અને રહીશોને ભારે નુકસાન પહોંચી રહ્યું છે.આવેદન પત્રમાં ગ્રામજનોએ કરેલી મુખ્ય માંગણીઓમાં નાયબ કલેક્ટર દ્વારા તાત્કાલિક સ્થળ તપાસના આદેશ આપવામાં આવે. તળાવની જમીનમાં રોપવામાં આવેલા ગેરકાયદેસર સિમેન્ટના થાંભલાઓ તાત્કાલિક બહાર કઢાવી જમીન દબાણમુક્ત કરાય. સરકારી મિલકતને નુકસાન પહોંચાડવા અને નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ જવાબદાર વ્યક્તિઓ વિરૂદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી થાય.સરકારની તળાવ ઊંડા કરવાની યોજના હેઠળ આ સરકારી તળાવને તેની મૂળ સ્થિતિમાં લાવી વધુ ઊંડું કરવામાં આવે જેથી પાણીનો સંગ્રહ થઈ શકે.

ગ્રામજનોએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ બાબતે અગાઉ પણ મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ કોઈ નક્કર સરકારી કાર્યવાહી ન થતાં દબાણ કરનારાઓના હોસલા વધ્યા છે. સરકાર એકતરફ જળ સંચય અને તળાવો બચાવવાની યોજનાઓ ચલાવી રહી છે, ત્યારે બીજી તરફ આસેડા ગામે નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે. ગ્રામજનોએ આ આવેદન પત્ર સાથે સ્થળના ફોટોગ્રાફ્સ અને અન્ય પુરાવા પણ નાયબ કલેક્ટરને સોંપ્યા છે અને જાહેર હિતમાં વહેલી તકે ન્યાયિક કાર્યવાહી કરવાની અપીલ કરી છે.

ટેગ્સ:#Banaskantha#Deesa

સંબંધિત સમાચાર