રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
બનાસકાંઠા19 માર્ચ, 2026| Super Admin

યાત્રાધામ અંબાજીમાં ચૈત્રી નવરાત્રીનો મંગલ પ્રારંભ : ઘટસ્થાપન સાથે ગુંજી ઉઠ્યા ‘જય અંબે’ના નાદ

યાત્રાધામ અંબાજીમાં ચૈત્રી નવરાત્રીનો મંગલ પ્રારંભ : ઘટસ્થાપન સાથે ગુંજી ઉઠ્યા ‘જય અંબે’ના નાદ
આગામી 21-22 માર્ચે વિશેષ ઉત્સવનું આયોજન આદ્ય શક્તિની આરાધનાનું પવિત્ર પર્વ ચૈત્રી નવરાત્રીનો આજથી ભવ્ય પ્રારંભ થયો છે. સાથે જ હિન્દુ નવ વર્ષનો પણ શુભ આરંભ થતા ધાર્મિક માહોલ સર્જાયો છે. તેમજ સિંધિ સમાજનો ચેટીચાંદ પર્વ પણ આજે જ ઉજવાઈ રહ્યો છે. શક્તિપીઠ અંબાજી મંદિર ખાતે વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. મંગળા આરતીમાં હજારોની સંખ્યામાં ભક્તોએ ભાગ લઈ માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. મંગળા આરતી પ્રસંગે પૂર્વ મુખ્યમંત્રી સ્વ.વિજયભાઈ રૂપાણીની પત્ની અંજલીબેન પરિવાર સાથે હાજર રહ્યા હતા, જ્યારે પૂર્વમંત્રી મુકેશભાઈ પટેલે પણ પ્રથમ નોરતે દર્શનનો લાભ લીધો હતો. મંદિર પરિસરમાં નવરાત્રીના નવ દિવસ માટે પરંપરાગત રીતે ઘટસ્થાપન વિધિ ભટ્ટજી મહારાજ અને અધિક કલેક્ટરની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. આ વિધિ દરમિયાન સાત પ્રકારના અનાજ મિશ્રિત કરી જવારા વાવવામાં આવ્યા હતા. માન્યતા મુજબ નવમા દિવસે આ જવારા જોઇ આવતા વર્ષની સમૃદ્ધિનું અનુમાન લગાવવામાં આવે છે. ઘટસ્થાપન બાદ વિશેષ આરતી પણ યોજાઈ હતી. યાત્રાળુઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા દર્શન માટે વિશેષ વ્યવસ્થાઓ સાથે કડક સુરક્ષા ગોઠવાઈ છે. મંદિરના નૃત્ય મંડપમાં વર્ષોથી ચાલતી પરંપરા મુજબ “જય અંબે” ની અખંડ ધૂનનો પણ પ્રારંભ કરવામાં આવ્યો છે, જે સતત નવ દિવસ સુધી 24 કલાક અવિરત ચાલુ રહેશે અને દસમે પૂર્ણાહુતિ કરવામાં આવશે. તેવી અધિક કલેક્ટર અને મંદિર વહીવટદાર કૌશિક મોદી દ્વારા માહિતી આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, આવનારા 21 અને 22 માર્ચે મંદિરના ચાચરચોક ખાતે “અંબાજી ઉત્સવ”નું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ ઉત્સવમાં ખ્યાતનામ કલાકારો દ્વારા ભજન અને ગરબાની રમઝટ બોલાવવામાં આવશે, જેને લઈને ભક્તોમાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.  

સંબંધિત સમાચાર