રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા13 ઑગસ્ટ, 2026| Super Admin

ડીસામાં રખડતા ઢોરોનો ત્રાસ યથાવત: નગરપાલિકાની ઝુંબેશ પોકળ સાબિત

ડીસામાં રખડતા ઢોરોનો ત્રાસ યથાવત: નગરપાલિકાની ઝુંબેશ પોકળ સાબિત

દૂધ દોહીને માલિકો ઢોરોને રોડ પર છોડી દેતા વાહન ચાલકો-રાહદારીઓ ત્રાહીમામ

બનાસકાંઠા જિલ્લાના વેપારી અને તાલુકા મથક ડીસા શહેરમાં રખડતાં પશુઓની સમસ્યા દિન-પ્રતિદિન વધુને વધુ વિકટ બની રહી છે. પશુપાલકો સવારે પશુઓનું દૂધ દોહી લીધા બાદ તેમને રસ્તા પર ખુલ્લાં છોડી દે છે અને માત્ર રાત્રિના સમયે જ ઘરે બાંધે છે. આ પરિસ્થિતિને કારણે દિવસ દરમિયાન પશુઓ મુખ્ય જાહેર રસ્તાઓ પર જ અડીંગો જમાવીને બેસી રહે છે, જેના કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને પસાર થવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.​

ડીસા નગરપાલિકા દ્વારા અગાઉ એવા મોટા દાવા કરવામાં આવ્યા હતા કે રખડતા પશુઓને પકડીને ડીસા પાંજરાપોળ ખાતે મોકલાશે અને જવાબદાર પશુપાલકો પાસેથી દંડ વસૂલવામાં આવશે. પરંતુ પાલિકાની આ કથિત ઝુંબેશ અને દાવા પોકળ સાબિત થયા છે. હાલમાં પણ ખુલ્લેઆમ મુખ્ય માર્ગો પર પશુઓ જમાવડો કરીને બેઠા હોવા છતાં પાલિકા તંત્ર મૌન સેવીને બેઠું હોય તેમ લાગી રહ્યું છે.જો ડીસા પાલિકાના પ્રમુખ તેમજ ચીફ ઓફિસર તેમજ નગરપાલિકાના સદસ્યો દ્વારા તાત્કાલિક ધોરણે પશુઓ પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં નહીં આવે, તો મુખ્ય માર્ગો પર કોઈ મોટો અકસ્માત સર્જાવાની પૂરેપૂરી શક્યતા છે. કોઈ પણ આકસ્મિક જાનહાનિ થશે તો તેની તમામ જવાબદારી ડીસા નગરપાલિકાના અધિકારીઓ અને શાસકોની રહેશે તેવો બળાપો સ્થાનિક લોકોએ ઠાલવ્યો છે.

સંબંધિત સમાચાર