ડીસામાં બીજા તબક્કાની ચૂંટણીને લઈ વહીવટી તંત્ર સજ્જ

ચૂંટણી 2022
ચૂંટણી 2022

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આવતીકાલે બીજા તબક્કાનું મતદાન યોજાવા જઈ રહ્યું છે, ત્યારે ડીસા બેઠક માટે મતદાનની પ્રક્રિયા હાથ ધરવા વહીવટી તંત્ર સંપૂર્ણપણે સજજ બન્યું છે, અને ઇવીએમ તથા મતદાનને લગતુ ચૂંટણી સાહિત્ય લઈને આજે ડીસા કોલેજ ગ્રાઉન્ડ પરથી ચૂંટણી સ્ટાફને પોલીસની સાથે જુદા જુદા મતદાન મથકો પર રવાના કરાયા છે. મુખ્ય ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર ડોક્ટર આનંદ પટેલના માર્ગદર્શન હેઠળ આજે ડીસા કોલેજ પરિસરમાં ચૂંટણી સામગ્રીનું વિતરણ કરવા માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી અને ચૂંટણી ફરજ માટેના તમામ સ્ટાફને એકત્ર કરાયા છે.જ્યાંથી જુદા જુદા ૨૯૦ મતદાન મથકો પર ઈવીએમ મશીનો પહોંચાડવા માટેની વ્યવસ્થાઓ ગોઠવાઈ છે, સાથો સાથ મતદાનને લગતું સાહિત્ય પણ એકત્ર કરીને પહોંચાડવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. તેના માટે જુદી જુદી શાળાની ખાનગી બસો, ઉપરાંત એસટી બસનો કાફલો પણ તૈયાર રખાયો છે. અને પોલીસના જવાનો, તેમજ લશ્કરી દળના જવાનોનો વિશાળ કાફલો પણ તેહેનાતમા રખાયો છે. અને જુદાજુદા મતદાન મથકો પર ચૂંટણી સ્ટાફને જરૂરી ચૂંટણી સાહિત્ય સાથે રવાના કરવામા આવ્યો હતો. આવતીકાલે સવારે ૮ વાગ્યાથી સાંજના ૫ વાગ્યા સુધી કુલ ૨૯૦ મતદાન મથકો પર ૨,૮૯,૩૮૪ જેટલા મતદારો શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરી શકે તે માટે તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.