પાટણમાં આજે વડાપ્રધાન મોદીની જાહેર સભાને લઈને યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે તડામાર તૈયારીઓ

ચૂંટણી 2022
ચૂંટણી 2022

૧૫ મી ગુજરાત વિધાનસભા ૨૦૨૨ની ચૂંટણીના રણસંગ્રામમાં ઉમેદવારો દ્વારા એડીચોટીનું જાેર લગાવવામાં આવી રહયું છે. ૧૪ જિલ્લાની ૯૩ બેઠકો પર બીજા તબકકામાં ૫ મી ડીસેમ્બરના રોજ યોજાનાર મતદાનને લઇ ઉમેદવારોના સમર્થનમાં જનસંપર્ક સાધવા માટે રાષ્ટ્રીય, વિપક્ષ અને બિનરાજકીય પક્ષના નેતાઓ મેદાનમાં ઉતર્યા છે. ત્યારે પાટણ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ડો.રાજુલબેન દેસાઇના સમર્થનમાં શુક્રવારના રોજ યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભાના આયોજનને લઇ પાટણ યુનિવર્સિટીના વિશાળ કેમ્પસ ખાતે કચ્છ-ભુજ રેન્જ આઇજી સહિત જીલ્લા પોલીસતંત્ર, જીલ્લા વહીવટીતંત્ર અને ચૂંટણીના ઉચ્ચ અધિકારીઓની દેખરેખ હેઠળ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહયો છે. પાટણ જીલ્લાની ચાર વિધાનસભા બેઠકો પૈકી અતી મહત્વની ગણાતી પાટણ વિધાનસભા બેઠક પર ભાજપનો કેસરીયો લહેરાવવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરસભાને લઇ યુનિવર્સિટીના વિશાળ કેમ્પસ ખાતે પ્રધાનમંત્રીના સંબોધન મંચનું ડોમ તૈયાર કરવામાં
આવ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.