રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
મહેસાણા19 જાન્યુઆરી, 2026| Super Admin

મહેસાણા જિલ્લાના ખેરાલુના પાંછામાં દારૂબંદીને લઈને ગ્રામજનો આકરા પાણીએ

મહેસાણા જિલ્લાના ખેરાલુના પાંછામાં દારૂબંદીને લઈને ગ્રામજનો આકરા પાણીએ
અહો આશ્ચર્યમ્: ગામમાં દારૂ પીતા ઝડપાયા તો પોપટની જેમ ગામ વચ્ચે પાંજરમાં પુરી દેવાશે મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના પાંછા ગામના ગ્રામજનો દારૂબંધીને લઈને આકરા પાણીએ આવ્યા હોય તેમ વિચિત્ર અને જાણીને આશ્ચર્ય લાગે તેવો કડક નિર્ણય લીધો છે. ગત રાત્રે યોજાયેલી ગ્રામસભામાં સમસ્ત ગ્રામજનોએ વ્યસનમુક્તિની શપથ લીધી હતી. આ બેઠકમાં નક્કી કરાયું કે જો કોઈ વ્યક્તિ દારૂ પીધેલી હાલતમાં પકડાશે તો તેને પહેલા જાહેરમાં ગામ વચ્ચે ખાસ બનાવવામાં આવેલા 'પાંજરા'માં પૂરવામાં આવશે અને ત્યાર બાદ કાયદેસર કાર્યવાહી માટે પોલીસને સોંપવામાં આવશે. ગ્રામસભામાં લેવાયેલા ઠરાવ મુજબ, ગામમાં દારૂ પીવાનું કે વેચાણ કરવાનું સંપૂર્ણપણે બંધ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ નિર્ણય અમલમાં મૂકવા માટે ગામમાં ખાસ એક 'પાંજરું' બનાવવાનો ઠરાવ પણ પસાર થયો છે, જેથી દારૂ પીધેલી હાલતમાં પકડાયેલા શખ્સને જાહેરમાં રાખી અન્ય લોકો માટે ચેતવણીરૂપ ઉદાહરણ ઉભું કરી શકાય. આ બેઠકમાં સરપંચ સહિત ગામના આગેવાનો હાજર રહ્યા હતા. તેમણે ગ્રામજનોને ખાતરી આપી હતી કે આ નિર્ણયનો ચુસ્ત અને કડકપણે અમલ કરાશે અને કોઈને પણ છૂટછાટ આપવામાં નહીં આવે. ખાસ કરીને યુવાનોને વ્યસનથી દૂર રાખવા માટે આ પગલું જરૂરી હોવાનું આગેવાનોએ જણાવ્યું હતું. સમસ્ત પાંછા ગામને વ્યસનમુક્ત બનાવવા માટે યુવાનો અને વડીલો એકજૂટ બન્યા છે. ગ્રામજનોએ જણાવ્યું કે દારૂના કારણે અનેક પરિવારો બરબાદ થયા છે અને સામાજિક સમસ્યાઓ વધી રહી છે. આથી ગામના ભવિષ્યને સુરક્ષિત બનાવવા માટે આ કડક નિર્ણય લેવામાં આવ્યો છે. ગ્રામસભાના આ નિર્ણયને લઈને વિસ્તારમાં ચર્ચા શરૂ થઈ છે. એક તરફ કેટલાક લોકો તેને વ્યસન સામે અસરકારક પગલું માને છે, જ્યારે બીજી તરફ કાયદાકીય દ્રષ્ટિએ તેની અમલવારી કેવી રીતે થશે તે મુદ્દે પણ ચર્ચા થઈ રહી છે. તેમ છતાં, પાંછા ગામના ગ્રામજનોએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે હવે ગામને વ્યસનમુક્ત બનાવવા માટે કોઈપણ હદ સુધી જવા તેઓ તૈયાર છે. આમ ખેરાલુ તાલુકાના પાંછા ગામે તમામ ગ્રામજનો વચ્ચે કુતુહલ પેદા કરે તેવો આકરો નિર્ણય લેવામાં આવતાં પાંછા ગામમાં રહેલા તેમજ દારૂ પીવા અને વહેંચવા વાળા લોકોમાં રીતસરનો ફફડાટ ફેલાઈ ગયો છે.    

સંબંધિત સમાચાર